ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 21એપ્રિલ 2021
બુધવાર.
હિન્દુઓના પવિત્ર સ્થળ ચારધામની યાત્રા શરુ થવાને આરે છે. ઉત્તરાખંડમાં આવેલા ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથની યાત્રાએ જવા શ્રદ્ધાળુઓ કાગડોળે રાહ જોતાં હોય છે. જયારે પ્રસાસને આ શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તેમાટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. બદ્રીનાથ ધામ ખાતે દેવસ્થાનમ પ્રબંધન બોર્ડની 15 સદસ્યોની ટીમ આજે રવાના થઇ છે.
આજે રામનવમીના અવસર પર યાત્રા વ્યવસ્થાઓને સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી ટિમ બદ્રીનાથ ધામ રવાના થઈ છે.
દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પવિત્ર સ્થાનના દર્શન કરવા જાય છે. દેવસ્થાનમ બોર્ડની આ અગ્રીમ ટીમ બદ્રીનાથ પહોંચીને બદ્રીનાથ મંદિરના પરિસર, ધર્મશાળાઓ, તપ્ત કુંડ પરિસર, બસ ટર્મિનલ, પાણી અને વીજળીની વ્યવસ્થા તથા સાફ-સફાઈ સાથે મરમ્મત કાર્ય તેમજ યાત્રાઓની તૈયારી કરશે.
હિમાચ્છાદિત પર્વતોની વચ્ચે આવેલા બદ્રીનાથની યાત્રાનો અનુભવ જ કંઈક અનેરો હોય છે. અખાત્રીજના પવિત્ર દિવસે વિષ્ણુ ભગવાનની મૂર્તિને જોષીમઠથી ઉપર બદ્રીનાથ સુધી વાજતે ગાજતે લઇ જવામાં આવે છે. જોકે બદ્રીનાથ ધામમાં અત્યારે વરસાદ સાથે હલકા પ્રમાણમાં હિમ વર્ષા પણ થાય છે.
ઉલ્લેખનીય છે કે ,18 મે એ બદ્રીનાથ મંદિરના કપાટ ખુલવાના છે. ગંગોત્રી મંદિરના 15 મે એ , યમનોત્રી મંદિરના 14 મે એ અને કેદારનાથ મંદિરના કપાટ 17 મે ના દિવસે ખુલવાના છે. નવેમ્બર મહીના સુધી આ ચારે ધામોના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા રહેવાના છે.
બરફની સફેદ ચાદરથી ઢંકાઇ ગયું બદ્રીનાથ મંદિર…. જુઓ વિડિયો..#Uttrakhand #chamoli #badrinath_veluri #Snow pic.twitter.com/uh0JyPZB5V
— news continuous (@NewsContinuous) April 21, 2021