ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 20 એપ્રિલ 2021.
મંગળવાર.
દેશમાં જ્યાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને વેક્સિનેશનનું કામ પણ પૂર ઝડપે ચાલી રહ્યું છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વેક્સીનની અછતના મુદ્દે એકબીજા પર આરોપ પ્રત્યારોપણ કરી રહ્યા છે, ત્યાંજ વેક્સિનના બગાડના સમાચારે ફરીથી ચિંતાનું વાતાવરણ સર્જી દીધું છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર 11 એપ્રિલ સુધી દેશમાં 23 ટકા કોવિડ વેક્સિન બરબાદ થઇ ચુકી છે.
દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. દેશમાં કોરોનાના 3 લાખથી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે અને 1500થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.એક તરફ દેશના કેટલાક રાજ્યમાં વેક્સીનની કમી જેવી સ્થિતિ તૈયાર થઇ રહી છે. બીજી તરફ કેટલાક એવા રાજ્ય પણ છે જે સતત વેક્સીન બરબાદીમાં આગળ ચાલી રહ્યા છે.ખાસ વાત એ છે કે વેક્સિન બરબાદી મામલે પાંચ રાજ્ય સૌથી આગળ છે. વેક્સિનને લઇને દાખલ એક RTIમાં જવાબ મળ્યો છે કે દેશમાં ઉપયોગમાં આવેલા 10.34 કરોડ વેક્સિન ડોઝમાં 44.78 લાખ ડોઝ બરબાદ થઇ ગયા છે. ગુજરાતમાં 3.56 લાખ કોરોના વેક્સિનના ડોઝ બરબાદ થયા છે.
તમિલનાડુમાં વેક્સિન વેસ્ટેજ વધુ છે. અહીં 11 એપ્રિલ સુધી 12.10% વેક્સિન ખરાબ થઇ ચુકી છે. બીજા નંબર પર 9.74% સાથે હરિયાણા છે. તે બાદ પંજાબમાં 8.12 ટકા, મણિપુરમાં 7.80 ટકા અને તેલંગાણામાં 7.55 ટકા વેક્સિન બરબાદ થઇ ચુકી છે.
ઉલ્લેખનીય છે કે, દેશના કેટલાક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા પણ છે, જ્યા વૅક્સિનનો બગાડ થયો નથી. કેરળ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, ગોવા, દમણ અને દીવ, અંદમાન અને નિકોબાર આઇલેન્ડ અને લક્ષદીપ પર વૅક્સિન બરબાદ થઇ નથી. દેશમાં 16 જાન્યુઆરીથી વૅક્સિન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. અત્યારે 45 વર્ષથી વધું ઉંમર ધરાવતા લોકોને રસી આપવામાં આવી રહી છે. 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે.
મોટા સમાચાર : મરાઠા સામ્રાજ્યના સમ્રાટ બાજીરાવ પેશ્વાના વંશજ નું કોરોના થી નિધન.