ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 20 એપ્રિલ 2021.
મંગળવાર.
દેશમાં વધતા કોરોના વ્યાપને કારણે દરેક રાજ્યોએ પોતાના રાજ્યમાં આંશિક lockdown ની ઘોષણા કરી છે ત્યાં જ અમુક રાજ્યોમાં નાઈટ કરફ્યુ પણ લાદવામાં આવ્યો છે. લોકોએ સરકાર દ્વારા લાદવામાં આવેલા અનેક પ્રતિબંધને પાળવા પડે છે. ત્યાં જ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લા પ્રશાસનએ એક નવો પ્રતિબંધ મૂક્યો છે. ઇન્દોર જિલ્લા પ્રશાસનએ વધતાં કોરોનાને ધ્યાનમાં રાખીને 30 એપ્રિલ સુધી જનતાને લગ્ન સમારંભ યોજવા રોક લગાવવામાં આવી છે. ઇન્દોરના કલેકટરના જણાવ્યા મુજબ, 'કોરોના સંક્રમણનું જોખમ પોતાના ચરમ પર છે. માટે જ લોકોને વિનંતી કરવામાં આવી છે કે પોતાના ઘર પરિવારમાં થવાવાળા લગ્ન સમારંભ ને 30 એપ્રિલ સુધી સ્થગિત કરે.'
ઉલ્લેખનીય છે કે, ઈન્દોર શહેર માં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાતા હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ અને ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે.