ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 13 એપ્રિલ 2021.
મંગળવાર.
સમાચાર માં આવતા કોરોના સંક્રમિત ની સંખ્યાનો વાંચી કે સાંભળી ને આપણે ચિંતામાં મૂકાઇ જઇએ છીએ. પરંતુ એનાથી પણ વધારે ચિંતાજનક બાબત હમણાં ગુજરાતના સુરત શહેરમાં બની છે. ગુજરાતના સુરત શહેરમાં 11 દિવસનો એક બાળક કોરોનાથી સંક્રમિત થઈ ગયું છે.
કોરોનાની આ બીજી લહેરે નવજાત શિશુને પણ પોતાની ચપેટમાં લઈ લીધું છે.
જોકે આ નવજાત શિશુને તેની માતાથી કોરોના નો ચેપ લાગ્યો છે. આ નવજાત શિશુને તેના જન્મ ના પાંચ દિવસ પછી કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે પરિવારને આ બાતમી મળી ત્યારે તેમના માથે જાણે આભ ફાટ્યું હતું. પાંચ દિવસના નવજાત શિશુનો કોરોના ટેસ્ટ કરાવવા માટે એક્સ રે પણ કાઢવામાં આવ્યો હતો. નવજાત શિશુનો જીવ બચાવવા માટે આટલી બધી મેડિકલ પરીક્ષણ માંથી પસાર થવું પડે એ એક રુવાડા ઉભા કરી દે એવી બાબત છે. આને કુદરત નો પ્રકોપ સમજવો કે બીજું કંઇ? હાલમાં આ બાળકને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે.
આજે રાત્રે 8:30 વાગ્યે ઉદ્ધવ ઠાકરે મહત્વપૂર્ણ જાહેરાત કરશે. જાણો વિગત.
જ્યાં ૧૬ વર્ષથી નીચેના વ્યક્તિને રેમડેસિવિર ઈન્જેક્શન આપવામાં આવતું નથી. ત્યાંજ આ બાળકને રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું છે. એમ હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાતે જણાવ્યું હતું.