ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ,13 એપ્રિલ 2021.
મંગળવાર .
દેશમાં કોરોનાની બીજી લહેર પેહલી લહેર કરતા વધારે ઘાતક પુરવાર થઈ રહી છે.ત્યાંજ દેશના વિવિધ રાજ્યો પોતાના રાજ્યને કોરોના સંક્રમણથી બચાવવા નવી ગાઈડલાઈન બહાર પડી રહ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે અધિકારીક જાહેરાત કરી હતી.
રાજ્ય સરકારના ગૃહવિભાગે જારી કરેલી નવી ગાઇડલાઇન અનુસાર 14 એપ્રિલથી રાજ્યમાં લગ્નપ્રસંગોમાં માત્ર 50 લોકોને એકઠા થવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ રાત્રિ કર્ફયુના સમયમાં કોઈપણ પ્રકારના આયોજન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત એપ્રિલ અને મે માસ દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારની જાહેર ઉજવણી થઈ શકશે નહિ. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનોને 30 એપ્રિલ સુધી બંધ રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. આ આંશિક લોકડાઉન માં તમામ સરકારી અને ખાનગી કોર્પોરેશનની ઓફિસો 50 ટકા સ્ટાફ સાથે કાર્ય કરશે.અથવા ઓલ્ટરનેટ દિવસે કર્મચારીઓને ફરજ ઉપર આવે તે માટે વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં લોકડાઉન માથે નહીં મારવામાં આવે, લોકોને બે દિવસમાં સમય અપાશે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર પછી ગુજરાત સરકારે પણ કોરોના સંક્રમણને કાબુમાં લાવવા આંશિક લોકડાઉન જાહેર કર્યું છે.