297
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 7 એપ્રિલ ૨૦૨૧
બુધવાર
ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ એસોસિયેશનના અધ્યક્ષ વીરેન શાહ અને અન્ય વ્યક્તિઓ દક્ષિણ મુંબઈના પાલક મંત્રી અસલમ શેખ ને મળવા માટે આજે તેમના શાસકીય નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ મિટિંગમાં વીરેન શાહ તરફથી વેપારીઓને થતી સમસ્યાઓ સંદર્ભે વિસ્તૃત વાત મૂકવામાં આવી હતી.
આખરે પાલક મંત્રી સાથે થયેલી ચર્ચા દરમિયાન પાલક મંત્રી આશ્વાસન આપ્યું કે આગામી દિવસોમાં સરકાર વેપારીઓની સમસ્યા સંદર્ભે સકારાત્મક વિચાર કરશે. એવું શક્ય છે કે જ્યાં રસ્તા પહોળા હોય અને દુકાન સિંગલ સ્ટોર હોય ત્યાં લોકો વચ્ચે અંતર રાખીને કામ કરવું શક્ય છે. એટલે એ સંદર્ભે કોઈ નિર્ણય થઇ શકે તેમ છે.
જોકે આ સંદર્ભે અંતિમ નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લેશે તેવું પાલક મંત્રીએ ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ એસોસિયેશનને જણાવ્યું હતું.
You Might Be Interested In