260
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 6 એપ્રિલ 2021
મંગળવાર
દેશભરમાં જ્યાં કોરોનાનો પ્રકોપ વધ્યો છે ત્યાં તેના સંક્રમણને રોકવા માટે રસીકરણ અભિયાન પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. આ રસીકરણ અભિયાનમાં હવે સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ છે.
ગુજરાતના રાજકોટ શહેરમાં સોની સમાજ દ્વારા ગત શુક્રવાર અને શનિવારે મહાનગર પાલિકાના સહયોગથી કોરોના રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ લોકો રસીકરણ પ્રત્યે જાગૃત થાય અને રસી લેવા પ્રોત્સાહિત થાય તે હેતુ સાથે યોજાયો હતો. સોની સમાજ દ્વારા યોજાયેલા આ બે દિવસીય રસીકરણ કેમ્પમાં મહિલાઓને સોનાની ચૂંક અને પુરુષોને બ્લેન્ડર ભેટ આપવામાં આવ્યા હતા. આ ભેટથી પ્રભાવિત થઈ અને બે દિવસમાં કુલ 702 મહિલા અને 531 પુરુષોએ વેક્સીનનો ડોઝ લીધો હતો.
You Might Be Interested In