ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.
મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે મહારાષ્ટ્ર રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખના વિરુદ્ધ સીબીઆઈ તપાસ ની માંગ કરતી અરજી કરી હતી. એ અરજીને બોમ્બે હાઈકોર્ટે આજે ફગાવી દીધી છે.
પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના વકીલ વિક્રમ નનકાની એ બોમ્બે હાઈકોર્ટમાં ગૃહમંત્રી અનિલ દેશમુખના વિરુદ્ધ પીઆઇએલ દાખલ કરી હતી. સરકારી વકીલ અને પરમબીર સિંહના વકીલ વચ્ચે થયેલી જોરદાર દલીલો પછી બોમ્બે હાઈ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો.એ ચુકાદામાં કોર્ટે પરમબીર સિંહને ગૃહમંત્રી વિરુદ્ધ એફ આઈ આર દાખલ ન કરવા બદલ ઠપકો આપતાં કહ્યું કે જ્યાં સુધી કોઈ પણ કેસની એફઆઈઆર દાખલ ન થાય ત્યાં સુધી કેસની તપાસ થાય નહીં.
બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દત્તાએ પરમબીરસિંહ ના વકીલ નો ઊધડો લેતાં પૂછ્યું કે,'તમારી પાસે કોઈ માહિતી કે પુરાવા છે કે ગૃહમંત્રી એ 100 કરોડ રૂપિયાની માંગ કરી, અથવા જે પોલીસ અધિકારીઓ સમક્ષ પૈસાની વાત કરી હોય તો શું એ પોલીસ અધિકારીઓનું બયાન છે તમારી પાસે?
પુરાવાના અભાવે આ બધાં જ આરોપ પાયાવિહોણા છે અને આ પીઆઈએલ નો કોઇ જ અર્થ સરતો નથી.'