બુલેટ ટ્રેન નો રસ્તો ખોલવા, વડોદરામાં એક આખી બિલ્ડીંગ તોડી પડાશે. જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,

મુંબઈ.

    ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ની આડે આવતું વડોદરા મહાનગર પાલિકાનું સીટી ઇન્ફર્મેશન સેન્ટર બિલ્ડીંગ તોડી પડાશે.

     હાલમાં અમદાવાદથી મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાનો પ્રોજેક્ટ સાકાર થઇ રહ્યો છે.પરંતુ એ બુલેટ ટ્રેનના માર્ગે વડોદરા મહાનગર પાલિકાની એક ઇમારત આડે આવે છે, માટે જ મહાનગરપાલિકાએ કરોડોના ખર્ચે તૈયાર થયેલી એ ઇમારત તોડી નાખવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2017માં વડોદરા અને તેની આજુબાજુના જોવાલાયક ઐતિહાસિક સ્થળો અથવા સ્મારક સહિત અન્ય પ્રવાસના સ્થળો ની વિગતો આપવા સીટી ઇન્ફર્મેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ ઇન્ફર્મેશન સેન્ટર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ની વચ્ચે આવે છે. તેથી તેને તોડીને બીજે સ્થળે ખસેડવા નો વૈકલ્પિક વિચાર થઈ રહ્યો છે.

     ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતી જો આ બુલેટ ટ્રેન શરૂ થઈ જશે તો આ બંને રાજ્યો વચ્ચે નું અંતર ગણતરીના કલાકોમાં કપાઈ જશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More