સચિન વઝે એ ભલે એક સુપર કૉપ બનવાના સપના જોયા હોય, પણ તેના એક ખોટા પગલાં એ તેને કાયમ માટે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

આખી ઘટનાનો ક્રમ જાણીએ તો મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો ગાડી પોલીસને મળી હતી. પોલીસને વિસ્ફોટક સામાન સાથે અંબાણી પરિવાર માટે લખેલો એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો.એ પત્રમાં મુકેશભાઈ અને નીતા ભાભી ના સંબોધન સાથે લખ્યું હતું કે, આતો ખાલી ટ્રેલર છે આગળ તમને ઉડાડવા માટે અમારી પાસે પૂરતો સામાન હશે. સાવધાન રહેજો.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન સચિન બાઝે એ કબૂલ કર્યું છે કે તે scorpio ગાડી પાર્ક કર્યા બાદ લેટર મૂકવાનું ભૂલી ગયો હતો,અને થોડીવાર પછી ફરી ત્યાં જઈને ધમકીભર્યો લેટર મૂક્યો હતો.જો કે વાઝેની આ હરકત સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે વઝે એ લખેલા આ ધમકી ભર્યા લેટરની તથ્યતા અંગે પહેલેથી જ શંકા સેવાતી હતી.