ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
મુંબઈ સ્થિત અંધેરી વેસ્ટ કોરોના સંક્રમિતો નું નવું હોટ સ્પોટ બની રહ્યું છે. આ વોર્ડમાં કોરોના ના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. હાલમાં અંધેરીમાં રોજના ૨૦૦ થી ૩૦૦ કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. માટે જ પ્રશાસન જુહુ બીચ બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે.
મુંબઈના લોકોનું સૌથી પ્રિય સ્થળ એવા જુહુ બીચ માં તો સાંજ પડે જાણે મેળો ભરાય છે.આ જગ્યાએ વર્ષો સુધી મેળો ભરાતો હતો .પરંતુ કોરોના ના સમયમાં લોકોએ સાવધાની રાખવાની જરૂર હતી,જેનો જુહુ બીચ ઉપર કોઈ પ્રભાવ દેખાય રહ્યો નથી. એટલે શક્ય છે કે,જુહુ બીચ ને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવે.
આખરે મહારાષ્ટ્રના વધુ એક જિલ્લામાં લોકડાઉન લાગ્યું. સરકારે લીધો કડક નિર્ણય.
મીડિયા રિપોર્ટ પ્રમાણે,જુહુ બીચ પર સહાયક પાલિકાના અધિકારીઓને માસ્ક બાબત તકેદારી રાખવા તહેનાત કરી દેવામાં આવ્યા છે. તદુપરાંત જુહુના દરિયાકિનારે આવેલા ભેલ પ્લાઝામાં એન્ટીજન ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે.