ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 માર્ચ 2021
દેશમાં કોરોનાના કેસના ડરાવતા આંકડા સામે આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં નવા કેસમાં 67 ટકાનો વધારો થયો છે અને સાથે જ 7 દિવસમાં 1 લાખથી પણ વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી મુદ્દે અમેરિકા બાદ ભારતનો બીજો નંબર છે. મોતના મામલે અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારત ચોથા ક્રમે છે.
જાણો આજના તાજા આંકડા
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 46,951 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 212 દર્દીઓના મોત નીપજ્યા છે
દેશ માં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,16,46,081 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 21,180 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશ માં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 95.96% થયો છે.
હાલ દેશ માં 3,34,646 એક્ટિવ કેસ છે.
અત્યાર સુધીમાં કુલ 23,44,45,774 કોરોના સેમ્પલ ટેસ્ટ થઇ ચુક્યા છે.