ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
સચિન વઝે ની ધરપકડ પછી હવે કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ તેમજ શિવસેના જોરદાર સપાટામાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી તરફથી હવે મોટા આરોપ કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં તેના પુરાવા પણ આપવામાં આવશે.
ભાજપના નેતા આશિષ શેલાર એ આરોપ કર્યો છે કે ટીઆરપી સ્કેમની તપાસ પણ સચિન વઝે એ કરી હતી અને આ ટીઆરપી સ્કેમમાં માત્ર અર્નબ ગોસ્વામી ને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા જ્યારે કે બીજી ચેનલ અને બીજા ન્યુઝ હાઉસને અવગણવામાં આવ્યા હતા. હવે ભાજપે આરોપ કર્યો છે કે આ મામલે પણ ફરી તપાસ થવી જોઇએ કે ક્યાંક અહીં પણ બીજો ઘોટાળો નહોતો થયોને?
આ જ રીતે ભાજપના નેતા નીતેશ રાણેએ જણાવ્યું કે આઈપીએલ શરૂ થવા સમયે સચિન વઝે એ તમામ બુકીઓને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે કરોડો રૂપિયા જમા કરવામાં આવે નહીં તો તેમની રેડ પાડવામાં આવશે. સાથે જ તેમણે આરોપ પણ કર્યો કે શિવસેનાના નેતા સરદેસાઈના પુત્ર પોતે આ મામલામાં સંડોવાયેલા છે
મહારાષ્ટ્રમાં રાજનૈતિક ઘટના ક્રમ તેજ. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર મળ્યા. શરદ પવારે આ પગલું ભર્યું…