ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
સચિન વઝે ની ધરપકડ પછી મહારાષ્ટ્ર સરકાર ની ઊંઘ હરામ થઇ ગઇ છે. દિલ્હીમાં બજેટ સત્ર ચાલુ હતું તે દરમિયાન શરદ પવાર દોડીને મુંબઈ આવી ગયા. હવે ઘટનાક્રમ ગંભીર બનતા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધબારણે બેઠક યોજાઇ છે.
આ બેઠકમાં ભીનુ સંકેલી લેવા સંદર્ભે ચર્ચા થઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે પોતાના તમામ મંત્રી અને મહત્વપૂર્ણ હોદ્દેદારો ની મીટીંગ બોલાવી છે. આ મિટિંગ બે સત્રમાં થવાની છે.
એક તરફ ધનંજય મુંડે નું મહિલા સાથેનું લફરું, બીજી તરફ પુનામાં મોડેલની આત્મહત્યા અને મંત્રી નું રાજીનામું અને ત્રીજી તરફ મુકેશ અંબાણીના ઘરની નીચે ગાડીમાં જીલેટીન સ્ટીક મળવી.આ બધા પ્રકરણને કારણે મહારાષ્ટ્ર સરકારની છબી ખરાબ થઈ છે. તેમજ સરકાર અત્યારે નબળી અવસ્થામાં છે.
સચિન વઝે પર સરકારે આ કડક પગલું લીધું. શિવસેનાની આબરૂના લીરા ઉડી ગયા….
હવે જોવાનું એ રહે છે કે શરદ પવાર આ મિટિંગમાં પોતાના મંત્રીઓને શું નિર્દેશ આપે છે.