ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
દિલ્હીના ગાઝિયાબાદ ખાતે એક મહિલાને શાકાહારી ના સ્થાને ભૂલમાં માંસાહારી પીઝા આપવું એક આંતરરાષ્ટ્રીય પીઝા કંપનીને ભારે પડયુ છે. વાત એમ છે કે દિપાલી ત્યાગી નામની મહિલાએ વેજિટેરિયન મશરૂમ પીઝા મંગાવ્યો હતો. તેના સ્થાને કંપનીએ મશરૂમ ની જગ્યાએ માંસના ટુકડા નાખેલો પીઝા દીપાલીને ડીલેવર કરી દીધો.
હવે આ ગુસ્તાખી ના જવાબ માં દિપાલીએ કોર્ટ નો દરવાજો ખખડાવ્યો છે. દિપાલીએ કોર્ટમાં એક કરોડ રૂપિયા નો કેસ કરી નાખ્યો છે અને માગણી કરી છે કે તેની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ પીઝા કંપનીએ તેને એક કરોડ રૂપિયા આપવા જોઈએ.
કોર્ટે કેસ ને લીધે અમેરિકાની પ્રતિષ્ઠિત પીઝા કંપની એક લાંબી લડાઈ માં ફસાઈ ગઈ છે. મહિલાને ફોસલાવવા માટે કંપનીએ મફત પીઝા આપવાનું વચન આપ્યું. જેને મહિલાએ નકારી દીધું છે.
અત્યાર સુધી અવાર નવાર એવા સમાચાર આવતા હતા કે વેજિટેરિયન દયા અને પ્રેમ થી બીજાને માફ કરી દેતા હતા. પરંતુ હવે લાગી રહ્યું છે કે આ મામલે લાપરવાહી કરનારાઓ ને શાકાહારીઓ પાઠ ભણાવશે.
