ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 માર્ચ 2021
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં જ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેમની તબિયત લથડી છે જેના કારણે તેમને સર્જરીમાંથી પસાર થવું પડ્યું. અભિનેતાની તબિયત લથડતાની સાથે જ ચાહકો ચોંકી ગયા અને લોકોએ વિવિધ પ્રકારની અટકળો શરૂ કરી દીધી હતી. પરંતુ હવે અમિતાભના મિત્રએ આ અટકળોનો અંત લાવી દીધો છે અને કહ્યું છે કે બિગ બી સાથે શું થયું છે, જેના કારણે તેમને સર્જરીમાંથી પસાર થવું પડ્યું.
લેટેસ્ટ અપડેટ મુજબ, અમિતાભની આંખમાં મોતિયાની ફરિયાદને કારણે એક નાની સર્જરી કરાવવી પડી હતી. બિગ બીના ખાસ મિત્રએ મનોરંજન પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ચિંતા કરવાની કંઈ વાત નથી, કંઈ મોટું નથી. તેમની આંખમાંથી મોતિયાને દૂર કરવા માટે લેઝર સર્જરી કરવામાં આવી હતી. અમિતાભ બચ્ચન સોમવારે સાંજ સુધીમાં હોસ્પિટલમાંથી રજા લઇને ઘરે પરત ફરશે.
વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો આ વર્ષે બિગ બી આ વર્ષે અમિતાભની બે ફિલ્મ ઝુંડ અને ચહેરામાં જોવા મળશે, જે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય બિગ બી રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સુપર નેચરલ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે. વળી, બિગ બી દીપિકા પાદુકોણ અને પ્રભાસની ફિલ્મમાં પણ કામ કરશે.
