ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 માર્ચ 2021
ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપએ હજી બોલિવૂડમાં એન્ટ્રી કરી નથી, પરંતુ તે આજકાલ જોરદાર ચર્ચામાં છે. હાલમાં જ આલિયા કશ્યપનો એક અદભૂત ફોટો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરાયેલી આલિયા કશ્યપની આ તસવીરે હંગામો મચાવ્યો છે. આ અંગે યુઝર્સ ઘણી ટિપ્પણી કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે આલિયા અનુરાગ કશ્યપની પહેલી પત્ની આરતી બજાજની પુત્રી છે.

આલિયા ફિલ્મો સાથે જોડાયેલી ન હોવા છતાં તેની ફેન ફોલોવિંગ કોઈ અભિનેત્રીથી ઓછી નથી. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

હાલમાં જ આલિયા કશ્યપે સોશિયલ મિડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરી હતી. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. ઇનરવેર બ્રાન્ડને પ્રોમોટ કરવા માટે આલિયાએ આ લુકમાં ફોટોશૂટ કરાવ્યું હતું.

આલિયા માત્ર 19 વર્ષની છે, પરંતુ તેના ચાહકો સોશિયલ મીડિયા પર હજારોની સંખ્યામાં છે. જોકે તેને સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા ઘણી વાર ટ્રોલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તે હંમેશાં તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોસને લઈને ચર્ચા માં રહે છે.

