ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 ફેબ્રુઆરી 2021
બેંગ્લોર થી મુંબઈ પહોંચેલી મેટ્રોની પહેલી રેક નું ટેસ્ટિંગ થયું. આ ટેસ્ટિંગ સફળ રહ્યું અને હવે આવનાર દિવસોમાં તેનું ટ્રાયલ રન થશે. આ ટેસ્ટિંગ 520 મીટર જેટલા અંતર પર કરવામાં આવ્યું. ટેસ્ટિંગ શરુ કરતા પહેલા રેક ના બધા જ પૂર્જાઓ ની ચકાસણી કરવામાં આવી અને ત્યારબાદ એ સફળ રીતે દોડી. આ ટેસ્ટિંગ દરમિયાન વીજળી સપ્લાય સિસ્ટમની પણ તપાસણી કરવામાં આવી. બધી જ રીતે બધું જ સફળ રહ્યું.હવે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા એપ્રિલના પ્રારંભમાં ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે.
આમ મુંબઈના ચારકોપ ખાતે પ્રથમ વખત મેટ્રો ટ્રેનના ડબ્બા પાટા પર દોડ્યા.
મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર યથાવત. એક જ દિવસમાં 400 એક્ટિવ કેસસ વધ્યા. જાણો આંકડા અહીં..
ઉલ્લેખનીય છે કે ૨૮ મી જાન્યુઆરીએ મુંબઈમાં પહેલી રેક પહોંચી હતી. ત્યારબાદ હવે કુલ મળીને 96 રેક તૈયાર કરવામાં આવી રહી છે જે વહેલામાં વહેલી તકે મુંબઈ આવી પહોંચશે.
This marks a significant day in the #MumbaiInMinutes journey as Shri. R.A.Rajeev gave a go-ahead to the Dynamic Testing of the Prototype Train at Charkop Depot before the actual trials.@CMOMaharashtra @mieknathshinde @AUThackeray pic.twitter.com/nkZPKnOSsD
— Maha Mumbai Metro Operation Corporation Ltd (@MMMOCL_Official) February 25, 2021