ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
માત્ર ચોવીસ કલાક અગાઉ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ નું નામ બદલીને તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપવામાં આવ્યું. એવું કહેવામાં આવ્યું છે કે આ સ્ટેડિયમમાં એક લાખથી વધુ લોકો એક સાથે બેસી શકે છે. જોકે આનું નામ બદલાયા પછી રમનાર ખેલાડીઓની ફટાફટ વિકેટો પડી છે એવું દેખાઈ રહ્યું છે. ટેસ્ટ મેચના પહેલા દિવસે માત્ર ૧૧૨ રનમાં ઇંગ્લેન્ડની દસ વિકેટ પડી ગઈ તને બે વિકેટ ભારતની પણ પડી. પહેલા દિવસે કુલ ૧૨ વિકેટ જતી રહી. હવે બીજા દિવસે પણ વિકેટ પડવા નો ક્રમ ચાલુ છે અને માત્ર 145 રન માં ભારતીય ટિમ ઓલઆઉટ થઇ ગઈ.
હવે રમૂજની વાત કરીએ તો એવું લાગે છે કે જ્યારથી 'સાહેબ' એટલે કે નરેન્દ્ર મોદીનું નામ મોટેરા સ્ટેડિયમને આપી દેવાયું છે ત્યારથી આ સ્ટેડિયમ પર ભલભલાની વિકેટ પડી રહી છે.આથી અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ પણ આવ્યા હતા અને તેમની વિકેટ પણ પડી ગઈ.
નોંધ – આ માહિતી ફક્ત રમૂજ ખાતર લખાઈ છે. તે માત્ર બે પળ હસવા માટે છે. કોઈને ઉશ્કેરવા એ ઉદ્દેશ્ય નથી.
