ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
ગઈકાલે એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ મંત્રાલયમાં રેલવે પ્રશાસન તેમજ મુખ્યમંત્રી અને મુંબઇ શહેરના પાલક મંત્રી અસલમ શેખ ની હાજરીમાં મુંબઈની લોકલ ટ્રેન સંદર્ભે મીટીંગ થઇ હતી.
આ મિટિંગમાં રેલવે પ્રશાસન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રેલવે પ્રશાસને રાજ્ય સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તે લોકલ ટ્રેન પહેલાની જેમ ચાલુ કરવા તૈયાર છે. આ ઉપરાંત રેલવે દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે દૈનિક ધોરણે દરેક ટ્રેનને સેનિટાઇઝ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત મુસાફરોની તકલીફ હળવી કરવા માટે તેઓ 300 વધુ ટિકિટ કાઉન્ટર ખોલવા માટે તૈયાર છે. સાથે જ અત્યારે ૧૩૦૦ જેટલી લોકલ ટ્રેન ની ફેરીઓ થાય છે.
બીજી તરફ રાજ્ય સરકાર વતી અસલમ શેખે પોતાની વાત રજૂ કરી હતી. અસલમ શેખે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લોકલ ટ્રેન સંદર્ભે યોગ્ય વિચાર કરશે. પરંતુ હાલ મુંબઈ શહેરમાં કોરોના ના કેસ વધી રહ્યા છે.
આ બેઠક કોઈપણ નિર્ણય વગર પતી ગઈ. પરંતુ બેઠકથી એક વાત સ્પષ્ટ થાય છે કે રેલવે પ્રશાસન હવે પહેલાની જેમ રેલવે દોડાવવા તૈયાર છે.