કોરોના સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર એ તત્કાળ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકાએ સંખ્યાબંધ નિર્ણયો લીધા છે. જેને કારણે સામાન્ય મુંબઈ કરને હવે સંભાળીને કામ કરવું પડશે. પાલિકાએ જે નિર્ણય લીધા તે નીચે મુજબ છે.
લગ્ન સમારંભમાં નિયમોનો ભંગ કરનાર લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવશે
કોરંટીન ના નિયમો ભંગ કરનારની વિરુદ્ધમાં પણ એફ.આઇ.આર કરવામાં આવશે
જે ઇમારતમાં પાંચથી વધુ કોરોના ના દર્દીઓ હશે તે ઈમારતને સંપૂર્ણપણે સીલ કરવામાં આવશે.
રેલવે ટ્રાવેલિંગ દરમિયાન નિયમ ભંગ કરનારાઓને પકડવા માટે 300 વધુ માર્શલ તહેનાત કરવામાં આવશે
માર્શલ સરખી રીતે કામ કરે તેથી તેઓને દૈનિક 25000 રૂપિયા દંડ તરીકે વસૂલ કરવા માટેનો ટાર્ગેટ આપવામાં આવશે.
લગ્નના હોલ,સાર્વજનિક જગ્યા પર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે
બ્રાઝિલથી આવનાર લોકોને સરકારી ઇમારતમાં રોકાવું પડશે
જે વિસ્તારમાં કોરોના ના દર્દી વધુ મળશે ત્યાં કોરોના ટેસ્ટિંગ ની સંખ્યા વધારવામાં આવશે.