ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ફેબ્રુઆરી 2021
ગુજરાતના વન વિભાગમાં અત્યારે ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા અનેક વર્ષોથી એશિયાના સિંહોનું ઘર ગણાતા સાસણગીર ના જંગલમાં સિંહો નિર્ભય રીતે વિચારતા હતા. તેમની પર શિકારી નો દોર જરૂર હતો પરંતુ શિકારીઓ પોતાના બદઈરાદા માં સફળ રહ્યા નહોતા. હવે છેલ્લી મળતી માહિતી મુજબ ગુજરાતમાં એક બાળ સિંહનો શિકાર થયો છે. શિકાર કરનાર શિકારીઓ પોલીસના નામે છે. જેવો એક છટકામાં બાળ સિંહણને ફસાવી લીધું હતું. ત્યારબાદ તેને મારી નાખીને તેના નાખુંન કાઢી લીધા હતા જે પાલનપુરમાં વેચાયા હતા. જો કે આ નખ કોણે ખરીદ્યા છે તે સંદર્ભે કોઈ માહિતી સામે આવી નથી.
આમ ફોરેસ્ટ અધિકારી અને પોલીસની કડક નજરથી બચીને સ્થાનિક લોકોની મદદથી એક બાળ સિંહનો શિકાર થયો છે.
આખે જરા સમાચારને કારણે પશુ પ્રેમીઓમાં શોકની લાગણી છે. ત્યારે બીજી તરફ પ્રશાસને હવે વધુ સતર્ક બની ગયું છે અને તપાસ ઝડપી વેગે આગળ વધી છે.