ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
20 જાન્યુઆરી 2021
મુંબઈ શહેરમાં એક તરફ કોરોનાનો ડર છે તો બીજી તરફ કોરોના ની વેકેન્સીન નો ડર પણ વર્તાઈ હોય તેવું લાગે છે. વેક્સિનેશન ડ્રાઇવના બીજા દિવસે કુલ 3200 લોકોને વેક્સિન આપવાની હતી તેના સ્થાને માત્ર 1597 લોકોને વેક્સિન આપવામાં આવી. એટલે કે ૫૦ ટકા લોકોએ વેક્સિન લીધી અને બાકીના લોકો વેક્સિન સેન્ટર પર પહોંચ્યા જ નહીં.
આ સંદર્ભે સરકારી અધિકારીઓનું કહેવું છે કે કોરોના વેક્સિન સંદર્ભે જે સરકારી એપ્લિકેશન આપવામાં આવી છે તેમાં તકલીફ હોવાને કારણે ફ્રન્ટલાઈન વોરિયર અને ડોક્ટર તેમજ અન્ય લોકોને મેસેજ નથી જઇ રહ્યા. આથી મહાનગરપાલિકાએ પોતાના કન્ટ્રોલ રૂમના માધ્યમથી લોકોને વ્યક્તિગત રીતે ફોન કરી ને બોલાવવા પડે છે. આ ઉપરાંત ટૂંકી નોટીસમાં લોકો ને બોલાવવા ને કારણે તેઓ ક્યારેક પહોંચી શકે છે અને ક્યારેક પહોંચી શકતા નથી.
જોકે કોરોનાની વેક્સિનને કારણે જે આડઅસર દેખાઈ રહી છે તેને કારણે લોકો શું વેક્સિન થી દુર ભાગી રહ્યા છે? તેવું પણ પુછાઇ રહ્યું છે.
કારણ ગમે તે હોય પણ વેક્સીન આપવાનું કામ ધીમું પડયું છે.