ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 ડિસેમ્બર 2020
બિહારમાં એનડીએ સાથે મળીને ચૂંટણી જીત્યાં બાદ નીતીશ કુમારનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો છે. બિહારમાં ભાજપ સાથે મળીને સરકાર ચલાવતા નીતીશ કુમારની પાર્ટી જનતા દળ-સંયુક્ત, પશ્ચિમ બંગાળ ચૂંટણીઓમાં એકલે હાથે લડશે. જેડીયુએ 75 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે.
જેડીયુના પશ્ચિમ બંગાળના પ્રભારી ગુલામ રસુલ બાલિયાવીએ ગુરુવારે મીડિયાને જણાવ્યું હતું કે પાર્ટી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 75 બેઠકો પર લડવાની તૈયારી કરી રહી છે. તેમણે કહ્યું કે અમે પશ્ચિમ બંગાળમાં છેલ્લા ત્રણ વર્ષથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છીએ. ગામડા-ગામ અને શહેર-શહેર- ફરી 75 બેઠકોની ઓળખ કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું, આ પહેલા પણ અમે ઝારખંડ સહિત અન્ય ઘણા રાજ્યોમાં એકલા ચૂંટણી લડ્યા છે.
ઉલ્લેખનીય છે કે બિહારની આ વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુ, ભાજપ, હિન્દુસ્તાની અવામ મોરચા અને વિકાસ ઇન્સાન પાર્ટી મેદાનમાં આવ્યા હતા. તેમા ભાજપના ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો જીતી હતી. પરંતુ મુખ્યમંત્રી નીતીશ કુમારને બનાવાયા હતાં.