ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
07 ડિસેમ્બર 2020
આવતી કાલે એટલેકે 8 ડિસેમ્બરએ ખેડૂતોએ કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધની જાહેરાત કરી છે. ભારત બંધમાં 10 ટ્રેડ યુનિયનો અને 11 રાજકીય પક્ષો જોડાશે.
ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે. જ્યારે સરકાર કાયદાઓ રદ ન કરવા મક્કમ છે. સરકાર અને ખેડૂતો વચ્ચેની પાંચમી વાર થયેલી બેઠક પણ નિષ્ફળ રહયાં બાદ આવતી કાલે દેશવ્યાપી બંધનું એલાન આપ્યું છે. જેમાં શિવસેના, કોંગ્રેસ, આપ, TRS, સમાજવાદી પક્ષ, DMK, CPM, CPI, TMC, RJD, SAD જેવા 11 વિપક્ષી પાર્ટીએ સમર્થન કર્યું છે.
આવતીકાલે ભારત બંધના એલાનને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોની પોલીસને એલર્ટ રહેવાના આદેશ આપ્યાં છે. સાથે જ રાજ્યોના DGP દ્વારા તમામ જિલ્લા-શહેર પોલીસને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આદેશ જારી કરવામાં આવ્યાં છે. બંધ દરમિયાન તમામ પોલીસ કર્મચારીઓ ને સ્ટેન્ડ ટુના આદેશ અપાયા છે. આમ કેદ્ર સરકાર પણ સજ્જ છે જેથી દેશમાં કાયદો અને વ્યવસ્થા ન બગડે..