કલિંગા ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (કે.આઈ.આઈ.ટી) વર્ચુઅલ દીક્ષાંત સમારોહમાં 7 હજાર 135 વિદ્યાર્થીઓને ડિગ્રીથી સન્માનિત કરાયા

by Dr. Mayur Parikh

દર વર્ષની જેમ આ વર્ષે પણ 21 નવેમ્બર 2020ના દિવસે ભુવનેશ્વર સ્થિત કલિંગા ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (કે.આઈ.આઈ.ટી) ડીમ્ડ વિશ્વ વિદ્યાલયે 16મા વાર્ષિક દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કર્યું. આ સમારોહમાં કુલ 7 હજાર 134 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2019-20ની સ્નાતક ડિગ્રી પ્રદાન કરાઈ. વર્ષ 2019-20નો આ સમારોહ વર્ચુઅલી સફળતાપૂર્વક સંપન્ન થયો. આ ભવ્ય આયોજનમાં અનેક ગણમાન્ય વ્યક્તિઓને આમંત્રિત કરાયા. જેમાં મુખ્ય અતિથિ તરીકે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને ગ્રામીણ બેંકના સંસ્થાપક પ્રોફેસર મોહમ્મદ યૂનુસ જેઓ બાંગ્લાદેશના નિવાસી છે. સાથે જ આર્ટ ઑફ લિવિંગના આધ્યાત્મિક લીડર અને સંસ્થાપક પરમ પાવન ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર ઉપસ્થિત રહ્યા.

આ સમારોહમાં કે.આઈ.આઈ.ટી. વિશ્વ વિદ્યાલયે પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર અને ઈરકૉન ઈંટરનેશન લિમિટેડના અધ્યક્ષ અને એમ.ડી. શ્રી એસ.કે.ચૌધરીને ડી.લિટ.ની ઑનોરિસ કોસા ઉપાધિ (ડિગ્રી)થી સન્માનિત કરાયા. ભારતીય હવામાન વિભાગના મહાનિદેશન ડૉ.મૃત્યુંજય મહાપાત્રાને ડી.એસ.સીની ઑનોરિસ કોસા ડિગ્રી એનાયત કરાઈ.

 

આ દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ મુહમ્મદ યૂનુસે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે આપ આપના જીવનમાં એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છો. શિક્ષણ એક વણથંભી, લાંબી અને કષ્ટદાયક યાત્રા છે પરંતુ આ યાત્રા સૌને શીખવે છે કે સમગ્ર વિશ્વને બદલવા માટે આપ કેટલા સક્ષમ બની શકો છો.

 

પ્રોફેસર યૂનુસ જેમણે માઈક્રોક્રેડિટની સામાજિક નવી શોધના ક્ષેત્રમાં વર્ષ 2006નો નોબેલ શાંતિ પુરસ્કાર અપાયો હતો. કે.આઈ.આઈ.ટી. અને કે.આઈ.એસ.એસ.ના સંસ્થાપક પ્રોફેસર અચ્યુત સામંતે વિદ્યાર્થીઓને પ્રોફેસર યૂનુસનો પરિચય આપતાં કહ્યું કે 'ત્રણ ઝીરોની દુનિયા'ની કલ્પના કરી છે અને સતત તેના પર કામ પણ કરી રહ્યા છીએ. એટલે કે પહેલો ઝીરો ગરીબી (કોઈ ગરીબ ન રહે), બીજો ઝીરો બેરોજગારી (કોઈ બેરોજગાર ન રહે) અને ત્રીજો ઝીરો શુદ્ધ કાર્બન ઉત્સર્જન (સ્વચ્છ પર્યાવરણ). તેમણે કે.આઈ.આઈ.ટી. ડીમ્ડ વિશ્વ વિદ્યાલયના ઓનર્સ કોસાની ડિગ્રી સ્વીકાર કરવા બદલ પરમ પાવન ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર, ડૉ.મૃત્યુજંય મહાપાત્રા અને શ્રી એસ.કે.ચૌધરીનો આભાર માન્યો.

 

નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર યૂનુસે કહ્યું કે સમગ્ર વિશ્વમાં આ મહામારીએ લાખો લોકોના જીવન અને તેમની આજીવિકાને નુકસાન પહોંચાડ્યું છે. સંસારના 50 ટકા લોકોને જીવન નિર્વાહ કરવામાં સંઘર્ષ કરવાની સાથે સાથે આ મહામારીએ આપણા તંત્રની નબળાઈઓને પણ છતી કરી છે. વિશ્વને એક નવું સ્વરૂપ આપવાનો આ એક સારો અવસર છે, જે વધુ ન્યાયસંગત, વધુ સમાન અને વધુ કોમળ હશે. આપણી વર્તમાન પ્રણાલી ધનના ધ્રુવીકરણથી ગ્રસ્ત છે કારણ કે સમગ્ર વિશ્વમાં 99 ટકા ધન માત્ર એક ટકા લોકો પાસે છે, જેઓ ખૂબ જ ધનાઢ્ય લોકો છે. સાથે જ તેમણે ગ્લોબલ વોર્મિગ અંગે પણ લોકોને સચેત કર્યા જે નજીકના ભવિષ્યમાં જ આપણા અસ્તિત્વ માટે મોટું જોખમ બની શકે છે. વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે તેઓને ઉદ્યમિતાના વિકલ્પ શોધવાનો આગ્રહ કરતા પ્રોફેસર યૂનુસે કહ્યું કે પોતાની કલ્પના અને શિક્ષણ થકી આખી દુનિયાને એક નવું સ્વરૂપ, નવી રચના પ્રદાન કરી શકો છો.

 

પોતાના સંબોધનમાં મુખ્ય વક્તા પરમ પાવન ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે શિક્ષણનો ઉદ્દેશ એક મજબૂત વ્યક્તિત્વનું નિર્માણ કરવાનો છે. જે નવા પડકારોને અવસર, વ્યાપકતા અને વિનમ્રતાને હંમેશા શીખવા માટે પરિવર્તિત કરવામાં સામર્થ્યવાન છે. તેમણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આંતરિક શક્તિ,દૃઢતા,ધૈર્ય અને રચનાત્મકતાના મહત્વને રેખાંકિત કર્યું. આધ્યાત્મિકતા અને વિશ્વ શાંતિના ક્ષેત્રમાં તેમના મહાન યોગદાન બદલ તેઓને ઑનોરિસ કોસા ડી.લિટ.ના સન્માનથી નવાજવામાં આવ્યા હતા. પુરસ્કારમાં ઉલ્લેખ કરાયો છે કે "કોલંબિયા, કોસોવો,ઈરાક, સીરિયામાં સંઘર્ષ ખતમ કરવાના ઉદ્દેશ માટે આપની માનવીય પહેલ માટે દુનિયાના આપની ઋણી છે"

 

કે.આઈ.આઈ.ટી.એ ડૉ.મૃત્યુંજય મહાપાત્રાને વિજ્ઞાનની સાથે સાથે જીવન બચાવવા માટે વાવાઝોડાની પ્રારંભિક ચેતવણીના ક્ષેત્રમાં શાનદાર યોગદાન માટે ડી.એસ.સી.ની ઑનોરિસ કોસા ડિગ્રીથી સન્માનિત કર્યા. ડૉ.મહાપાત્રા આવી રીતે આ પ્રકારની કુદરતી આફતોમાંથી અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોને બચાવી ચૂક્યા છે.કારણ કે તેઓની સચોટ ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી સાબિત થાય છે અને એટલે જ હવે લોકોમાં તેઓ 'સાઈક્લોન મેન ઑફ ઈંડિયા' તરીકે પ્રસિદ્ધ છે. તેમની ભવિષ્યવાણી અનેક વાવાઝોડાને લઈને સાચી પડી છે, જેવાં કે 2013માં ફાહલીન, 2014માં હુડહુડ, 2018માં તિતલી, 2019માં ફાની અને 2020માં અમ્ફાન. ભવિષ્યવાણીના કારણે અનેક નાગરિકોના જાન-માલની સુરક્ષા કરી શકાઈ. ડૉ.મહાપાત્રએ પોતાના ભાષણમાં કહ્યું કે આ પુરસ્કાર સમાજમાં વિજ્ઞાનના યોગદાનને એક માન્યતા છે જે વિદ્યાર્થી તથા વિજ્ઞાન સાથે સંકળ્યાલે લોકોને પ્રોત્સાહિત કરશે.

 

પોતાના ભાષણમાં શ્રી એસ.કે.ચૌધરીએ કહ્યું કે કે.આઈ.આઈ.ટી અને તેની સહયોગી સંસ્થા કે.આઈ.એસ.એસ.એ છેલ્લા બે દાયકામાં શિક્ષણના ક્ષેત્રમાં આશ્ચર્યજનક રીતે અતિ મહત્વનું યોગદાન આપ્યું છે. સમાજ માટે આ પ્રકારની સમર્પિત અને મહાન સેવા કરવા બદલ હું કે.આઈ.આઈ.ટી અને કે.આઈ.એસ.એસ.ના સંસ્થાપકને અભિનંદન આપું છું. શ્રી એસ.કે.ચૌધરીના ઉત્કૃષ્ટ નેતૃત્વ અને પાયાના ક્ષેત્રમાં મહાન યોગદાન બદલ તેઓને ડી.લિટની ઑનોરિસ કોસા ડિગ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વમાં ઈરકૉન ઈંટરનેશનલ લિમિટેડે મોટી છલાંગ લગાવી છે અને મહત્વપૂર્ણ અંતરરાષ્ટ્રીય પદચિન્હો સાથે એક અગ્રણી એન્જિનિયરિંગ અને નિર્માણ સંગઠન બની ગયું છે.

 

કે.આઈ.આઈ.ટી વિશ્વ વિદ્યાલયના કુલપતિ પ્રોફેસર વેદ પ્રકાશ, પ્રા-કુલપતિ, પદ્મ શ્રી પ્રો.(ડૉ) સુબ્રત કુમાર આચાર્ય, ઉપ-કુલપતિ ડૉ.હૃષિકેશ મોહંતી, ઉપ-પ્રા-કુલપતિ પ્રો.સસ્મિતા સામંત અને રજિસ્ટ્રાર શ્રી જ્ઞાનરંજન મોહંતીએ પણ દીક્ષાંત સમારોહમાં સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને પોતાની શુભેચ્છાઓ પાઠવી.

 

પોતાના શાનદાર શૈક્ષણિક પ્રદર્શન માટે પ્રખર પ્રિયેશ (બી.ટેક), સૃષ્ટિ રાજ (એમ.ટેક) અને રોશન ઓઝા (બી.ટેક)એ સંસ્થાપક (ફાઉંડર)ના સ્વર્ણપદક જીત્યા. એવી જ રીતે 23 વિદ્યાર્થીઓને કુલપતિ (ચાંસલર)ના સ્વર્ણપદકથી સન્માનિત કરાયા. જ્યારે 28 વિદ્યાર્થીઓને કુલપતિ(ચાંસલર) રજતપદક મળ્યો. પી.કે.બાલ મેમોરિયલ ગોલ્ડ મેડલ, પી.પી.એલ. ગોલ્ડ મેડલ,નાનીવાલા મેમોરિયલ ગોલ્ડ મેડલ અને શ્રી કૃષ્ણ ચન્દ્ર પાંડા મેમોરિયલ ગોલ્ડ મેડલ પણ આ અવસર પર પ્રદાન કરાયા. 95 શોધકર્તાઓને પી.એચ.ડી. ડિગ્રીથી સન્માનિત કરાયા.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More