ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
10 નવેમ્બર 2020
આજે ગુજરાતના સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં, શાળાઓ શરૂ કરવાને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે 23 નવેમ્બરથી ધોરણ 9 થી ધોરણ 12 ની શાળાઓ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નીચે મુજબની મહત્વની જાહેરાત કરી હતી.
• મેડિકલ અને પેરામેડિકલ, ગ્રેજ્યુએટ્સ, એન્જિનિયરિંગ, પોલીટેકનિક, ITI શરૂ થશે
• શાળા-કોલેજમાં વિદ્યાર્થીની ગેરહાજરી નહી ગણાય
• વાલીઓની લેખિત મંજૂરી શાળા-કોલેજે લેવાની રહેશે
• ઓનલાઈન શિક્ષણ પણ ચાલૂ રહેશે
• દિવાળી પછી 23મી નવેમ્બરથી ગુજરાતમાં માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, કોલેજ, યુનિવર્સિટીમાં વર્ગશિક્ષણ શરૂ થશે
• ધોરણ 9 થી 12ના વર્ગો ભારત સરકારની SOP ગાઈડલાઈનના પાલન સાથે શરૂ થશે
• ધોરણ 1 થી 8ના વર્ગો ક્યારે શરૂ કરવા તે આ શાળા-કોલેજના અનુભવો પછી નક્કી કરાશે
• ઓડ-ઈવનનો વિકલ્પ છે, જ્યાં ધો.9 અને 10 છે ત્યાં સોમ, બુધ શુક્ર 9મું ધોરણ અને બાકીના મંગળ, ગુરુ, અને શનિએ 10મા ધોરણના વર્ગો શરૂ રહેશે
• ધોરણ 11 અને 12 માટે પણ ઓડ-ઈવનના ધોરણે શૈક્ષણિક વર્ગો શરૂ થશે
• ગ્રેજ્યુએટ કક્ષાએ માત્ર ફાઈનલ ઈયર એટલે કે કોલેજના છેલ્લા વર્ષમાં હોય એના જ ક્લાસ જ શરૂ થશે
• ઈજનેરી, પોલિટેકનિક, ITIમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના જ ક્લાસ શરૂ થશે
• પ્રાર્થના, રિસેસમાં બાળકો એકઠા ન થાય તે માટે શાળા-કોલેજ ધ્યાન રાખશે
• મધ્યાહન ભોજનની સબસિડી બાળકના વાલીના ખાતામાં ડિસેમ્બર સુધી જમા થતી રહેશે
• કોઈ બાળકમાં સિમ્ટમ્સ દેખાય તો આચાર્ય નજીકના આરોગ્ય કેન્દ્રને જાણ કરશે અને સારવાર મળે તે સુનિશ્ચિત કરશે
• નોકરી કરતા તમામ શિક્ષકોએ શાળાએ આવવું પડશે
• શાળા-કોલેજ પર આવતા વિદ્યાર્થીઓને થર્મલ ગનથી સ્કેન કરાશે