અધધધ.. !! બીએમસીને ગટરનું ગંદુ પાણી દરિયામાં ઠાલવવા બદલ રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલએ 34 કરોડનો દંડ ફટકાર્યો..

by Dr. Mayur Parikh

  
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
29 ઓક્ટોબર 2020

બીએમસીને દરિયામાં સારવાર કર્યા વગરનું ગટરનું પાણી સીધુ દરિયામાં ઠાલવવા બદલ 34 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) એ પર્યાવરણીય નુકસાન માટે વળતર તરીકે આ દંડ ફટકાર્યો છે, પાલિકાને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મહિનામાં રૂ. 4.25 કરોડ ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે, જ્યાં સુધી તે અમલમાં ન આવે ત્યાં સુધી આ દંડ ભરવો પડી શકે એમ છે. NGT નું કહેવું છે કે સાફ હવા, પાણી નાગરિકોને મળવું જ જોઈએ, આ તેઓનો જીવન જીવવા માટેનો મૂળભૂત અધિકાર છે.. 

મનપાએ આ વન-ટાઇમ દંડ 30 દિવસની અંદર ચૂકવવો પડશે. શહેરમાં ભંડુપ, ઘાટકોપર, વર્સોવા, મલાડ, કોલાબા, વરલી અને બાંદરા ખાતે સાત ગટરના શુદ્ધિકરણ પ્લાન્ટ (એસટીપી) છે, પરંતુ આ માળખાકીય સુવિધા લગભગ 17 વર્ષ જુની છે. બીએમસી 15 વર્ષથી વધુ સમયથી તેના હાલના નેટવર્કમાં દરિયાકાંઠે સાત ગટરના શુદ્ધિકરણ પ્લાન્ટ ઉમેરવાની યોજના બનાવી રહી છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ કામ શરૂ કરાયું નથી..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More