ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
29 ઓક્ટોબર 2020
આવકવેરા વિભાગે ચાલું નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 39 લાખ કરદાતાઓને 1.26 લાખ કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવ્યું છે. નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરના કાર્યાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. કુલ કર રિફંડમાં વ્યક્તિગત આવકવેરા રિફંડ 34,532 કરોડ રૂપિયા અને કોર્પોરેટ કર રિફંડ 92,376 રૂપિયા જેટલું થાય છે. આવકવેરા વિભાગે જણાવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલા ટેક્સ રિફંડનો આ આંકડો 27 ઓક્ટોબર, 2020 સુધીનો છે. વિભાગે 1 એપ્રિલથી 15 સપ્ટેબરની વચ્ચે 30 લાખથી વધારે કરદાતાઓને 1.06 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ જાહેર કર્યું હતું. જેમાં 29.17 લાખ ટેક્સપેયર્સને 31, 741 કરોડ રૂપિયા વ્યક્તિગત ઈનકમ ટેક્સ રિફંડ અને 1.74 લાખ કરદાતાઓને 74,729 કરોડ રૂપિયાનું કોર્પોરેટ ટેક્સ રિફંડ કરવામાં આવ્યું છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે, તેણે 30.92 લાખથી વધારે કરદાતાઓને 1 એપ્રિલ, 2020થી 15 સપ્ટેબર 2020 સુધીમાં 1,06,470 કરોડ રૂપિયાથી વધારાનું રિફંડ જાહેર કર્યું હતું.
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર ટેક્સપેયર્સ વિના કોઈ વિઘ્ને ટેક્સ સાથે જોડાયેલી સેવાઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મુકી રહી છે. અને સતત રિફંડ જાહેર કરવામાં આવી રહ્યાં છે. ઈનકમ ટેક્સ રિટર્ન તે જ ટેક્સપેયર્સ માટે જાહેર કરવામાં આવે છે. જેણે આઈટીઆર ભર્યું હોય. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારા ટેક્સની તપાસ કરે છે. તે બાદ તમને રિફંડ જાહેર કરે છે. .