ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 ઓક્ટોબર 2020
COVID-19 નો ડબલિંગ રેટ પ્રથમ વખત 100-દિવસના આંકને વટાવી ગયો છે અને તેનો વિકાસ દર ઘટીને 0.69 ટકા થયો છે, તેમ BMC ના અધિકારીઓ અને ટાસ્ક ફોર્સના સભ્યોએ જણાવ્યું હતું. પરંતુ હજી પણ ખૂબ સાવધાની વર્તવાની જરૂર છે કેમકે મુંબઈની લગભગ 18 ટકા વસ્તી હજુ પણ ચેપગ્રસ્ત છે.
કોવિડ-19 વાયરસની કોઈ સુસંગત પદ્ધતિ નથી. ફેલાવો આડેધડ રીતે થઈ રહ્યો છે અને જો સલામતીનાં પગલાં નહીં લેવાય તો સંખ્યા કોઈ પણ ક્ષણ વધી શકે છે, 'એમ કોવિડ -19 ટાસ્ક ફોર્સના ડોક્ટરએ જણાવ્યું છે.
ટેસ્ટ પોઝિટિવિટી રેટ (ટી.પી.આર.) એ એક પરિમાણ છે જેના દ્વારા ટાસ્ક ફોર્સ નક્કી કરે છે કે શું તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે? મુંબઈના ટી.પી.આર. છેલ્લા કેટલાક અઠવાડિયામાં 22 ટકાથી ઘટીને 18 ટકા થઈ ગયા છે. આનો અર્થ એ કે સમગ્ર મુંબઈની 18 ટકા વસ્તી હજી કોરોના પોઝિટિવ છે.
નાગરિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ શિયાળાની શરૂઆત સાથે નવેમ્બર અને ડિસેમ્બરની વચ્ચે કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળશે, કારણકે હવે મહિલાઓ માટે પણ લોકલ ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી છે. ટ્રેનમાં લોકો ખૂબ નજીક નજીક પ્રવાસ કરતાં હોય છે. એવામાં ચેપ લાગવાની સંભાવના ખૂબ વધી ગઈ છે. આથી જ લોકોએ માસ્ક પહેરવું અને સામાજિક અંતરનાં નિયમનું પાલન કરવું ખુબજ જરૂરી છે.