ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
22 ઓક્ટોબર 2020
સાયબર ક્રાઈમ દિવસેને દિવસે રાજ્ય અને દેશભરમાં વધી રહ્યા છે. આવા સમયે પોલીસ દ્વારા ખાસ સાયબર કેસોને ઉકેલવા માટે "ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ.ના" એક્સપર્ટની સમયાંતરે મદદ લેવાતી હોય છે. એવામાં વધતા કેસો અને નિષ્ણાતોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી GTU દ્વારા એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ માટે ''પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન ડેટા સાયન્સ'' નામનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. નવો શરુ થનાર ડેટા સાયન્સનો કોર્સ એક વર્ષનો હશે, હાલની સ્થિતિ અને જરૂરીયાતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પ્રથમવાર કોઈ યુનીવર્સીટી દ્વારા આ પ્રકારનો કોર્સ શરુ કરાઈ રહ્યો છે.
આ કોર્ષની 1 સેમેસ્ટરની ફી 12,500 રૂપિયા નક્કી કરાઈ છે. આ કોર્ષ માટે હાલ 30 બેઠકો ફાળવવામાં આવશે, જેના માટે 400 જેટલી અરજીઓ અત્યાર સુધીમાં GTUને મળી ચુકી છે. હવે વિદ્યાર્થીઓના મેરીટ મુજબ તેમને શોર્ટલિસ્ટ કરી પ્રવેશ આપવામાં આવશે. હાલ કોરોના મહામારીને જોતા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવશે અને જરૂરી પ્રેક્ટિકલ GTU દ્વારા કરાવવામાં આવશે. વધતા સાયબરના કેસો અને સમયાંતરે તજજ્ઞો જરૂરીયાતને ધ્યાનમાં રાખીને બજારની ડિમાન્ડને પહોંચી રહીએ તેને ધ્યાનમાં રાખીને ડેટા સિક્યોરીટીનો કોર્ષ મહત્વપૂર્ણ સાબિત થશે..