ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
13 ઓક્ટોબર 2020
13 ઓક્ટોબર એટલે કે આજે સાંજે વિશ્વ તેની આંખોથી એક દુર્લભ નજારો જોશે. આજે રાત્રે મંગળ ગ્રહ પૃથ્વીથી સૌથી મોટો અને તેજસ્વી દેખાશે. એટલે કે લાલ ગ્રહ આજે સૂર્ય અને પૃથ્વી સાથે સીધી રેખામાં હશે. આને માર્સ એટ અપોજીશનની ઘટના પણ કહેવામાં આવે છે. ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો માટે સૂર્ય, પૃથ્વી અને મંગળ ત્રણેય ગ્રહો સાથે મળીને આવવું એ સાચે જ યાદગાર દિવસ હશે. 23:20 GMT પર ત્રણેય સીધી લાઈનમાં હશે પરંતુ આવું થવાથી પહેલાં મંગળ રાતના આકાશમાં સ્પષ્ટ જોવા મળશે. યુએસ સ્પેસ એજન્સી નાસા એ અહેવાલ આપ્યો છે કે "આ સમય દરમિયાન, મંગળ અને પૃથ્વી તેમની ભ્રમણકક્ષામાં એકબીજાની નજીક હશે. "
આપને જણાવી દઈએ કે, મંગળનો ગૃહ આપણી સુર્યમાળાનો ચોથા નંબરનો ગૃહ છે અને સુર્યની આસપાસ 687 દિવસમાં પ્રદક્ષીણા કરે છે. પૃથ્વીની જેમ ધરી નમેલી હોવાથી મંગળ ઉપર ૠતુ પરીવર્તન થાય છે. આપણા એવરેસ્ટ કરતાં ત્રણ ગણી ઉંચાઈ ધરાવતો પહાડ નિકલ ઓલંપસ પહાડ મંગળ ઉપર છે. આ સમયે સૂર્ય પૃથ્વી અને મંગળ એક હરોળમાં હશે. જેથી સુર્યનો સીધો પ્રકાશ મંગળ પર પડતા મંગળ વધુ પ્રકાશિત દેખાશે.
જો તમે આ નજારો જોવાનું ચુકી ગયા તેમને આવો નજારો 15 વર્ષ પછી એટલે કે 11 સપ્ટેમ્બર 2035 ના રોજ જોવા મળશે. આજે મંગળ ગ્રહને સુર્યાસ્ત સમયે પુર્વમાં લાલઘુમ તારાના સ્વરૂપમાં નરી આંખે જોવા મળશે. જેમની પાસે ટેલિસ્કોપ હશે તે મંગળની સપાટીની ઝલક પણ પામી શકશે.