માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક બિલ ગેટ્સએ કોરોના રસીને લઈને આપ્યુ મોટુ નિવેદન…જાણો શું કહેવું છે એમનું…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
13 ઓક્ટોબર 2020
માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક બિલ ગેટ્સે કોરોના મહામારીની ઝપેટમાં આવ્યા બાદ દુનિયા સામાન્ય સ્થિતિમાં કેવી રીતે આવશે. તેના પર પોતાનો મત રજૂ કર્યો છે. તે ચિંતાજનક છે. એક ટીવી ચેનલના પ્રોગ્રામમાં પોતાની વાત મુકતા તેમણે કહ્યું હતું કે, ‘જીવન ત્યારે સામાન્ય થશે જ્યારે કોરોના વેક્સીનની બીજી પેઢી બજારમાં ઉપલબ્ધ થશે. બિલ ગેટ્સે એમ પણ કહ્યું કે રસીની બીજી પેઢી પણ ભરપુર માત્રામાં ઉપલબ્ધ થવી જોઈએ. બિલ ગેટ્સે કહ્યું કે એ સ્થિતિમાં કોરોનાના કારણે જે સ્થિતિ ઉભી થઈ છે તેનો ઉકેલ આવશે.’

બિલ ગેટ્સે વધુમાં કહ્યું કે, 'આપણી પાસે એન્ટી બોડી અને ટી સેલ્સ પ્રતિક્રિયાના સમય માટે પર્યાપ્ત ડેટા નથી. આવનારા કેટલાક મહિનામાં રસી બનાવવનારી કંપનીઓ પોતાના ડેટા શેર કરી શકે છે. જે બાદ અઘરા સવાલોના જવાબ મળી જશે. 2021ના અંત સુધીમાં મોટા ભાગે પૈસાદાર દેશોની સ્થિતિ સામાન્ય થઈ જશે.'

ઉલ્લેખનીય છે કે બિલ ગેટ્સનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે, જ્યારે દુનિયાની સેંકડો કંપનીઓ કોરોનાની રસી બનાવવાની રેસમાં લાગી છે. જોકે રસી બનાવાની રેસમાં એસ્ટ્રાજેનેકા સૌથી આગળ છે અને તેની રસીને સૌથી વધારે અસરકારક માનવામાં આવી રહી છે. આ રસીની ટ્રાયલમાં 12-15 વર્ષના બાળકોને પણ સમાવિષ્ટ કરી શકાય એ માટે કંપનીનો દાવો છે કે તેમને આ માટે મંજૂરી મળી ગઈ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More