લોકડાઉન બાદ પ્રથમવાર ગુજરાત આવશે અમિત શાહ.. નવરાત્રીનું બહાનું અસલ કામ બીજું જ છે. જાણો શાહની રણનીતિ શું છે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
13 ઓક્ટોબર 2020

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવી પહોંચશે. લોકડાઉનના 7 મહિના બાદ તેઓ પ્રથમ વાર ગુજરાત આવી રહ્યા છે. જોગાનુજોગ એ પણ છે કે નવરાત્રિ દરમિયાન અમિત શાહ હંમેશા ગુજરાત આવે છે અને પોતાની કુળદેવી ના દર્શને માણસા ગામે જાય છે. તેઓ આગામી 17મી સુધી ગુજરાતમાં રહેવાના છે. કહેવાય છે કે આ દરમ્યાન ગુજરાના ઘણાં નાના નાના પ્રશ્નો નું નિરાકરણ પણ તેઓ લાવશે. તેમજ જિલ્લા પ્રમુખોની નવરાત્રિ દરમિયાન જાહેરાત થઈ શકે છે. નોંધનીય વાત એ છે કે અમિત શાહ અગાઉ 17 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવનાર હતા. પરંતુ અચાનક તેમની તારીખોમાં ફેરબદલ કરવામાં આવ્યો..  

સત્તાવાર રીતે ભાજપ પક્ષ અમિત શાહની આ મુલાકાતને પારિવારિક પ્રોગ્રામ ગણાવી રહ્યું છે. પરંતુ રાજકીય રીતે તેમની ગુજરાત મુલાકાત ક્યારેય પારિવારિક હોતી નથી. ગુજરાત પ્રવાસમાં તેઓ સ્થાનિક ચૂંટણી વિશે ચર્ચા, પક્ષના નાનામોટા પ્રશ્નોની ચર્ચાઓનો ઉકેલ લાવતા હોય છે. સાથે જ ભાજપના નેતાઓને કાર્યકર્તાઓ ને મળતા હોય છે.  

ઉલ્લેખનીય છે કે આજની મુલાકાત દરમિયાન તેઓ 8 બેઠકોની પેટાચૂંટણીનો પ્રચાર અને જીતની રણનીતિ પર ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ ચાર બેઠકો પર હારતુ દેખાઈ રહ્યું છે, ત્યારે આ ચાર બેઠકો પર જીત કેવી રીતે મેળવવી તેના પર અમિત શાહ ચર્ચા કરી શકે છે..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More