'વિશ્વ આપઘાત નિવારણ દિવસ’ એ એક જાગૃતિ દિવસ છે, જે દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે, વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થાન દ્વારા 2003 થી "વિશ્વ આપઘાત નિવારણ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આત્મહત્યાના વિષય વિશે જાગૃતિ લાવવા અને તેનાથી બચવા માટેની રીતો વિશે વાત કરવા માટે મનાવવામાં આવે છે. દુનિયાભરમાં અકસ્માત કે પછી હત્યા કરતાં પણ વધુ લોકો આપઘાતને કારણે મૃત્યુ પામે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં એક રીપોર્ટ મુજબ દર 40 સેકન્ડે એક અને વર્ષે 8 લાખ લોકો આત્મહત્યા કરે છે. બદલાતા સમયની સાથે લોકોની માનસિકતા પણ બદલાઈ રહી છે. અકાળે મોતને વહાલું કરનારામાં સૌથી વધુ 15 થી 29 વર્ષના યુવાનો હોય છે. જેમાં ૭૫ ટકા આત્મહત્યાના બનાવો ગરીબ અને વિકસિત દેશોમાં બને છે.
આત્મહત્યા કરવા માટે મજબૂર થતા લોકોને બચાવી શકાય અને આત્મહત્યા જેવું અણધાર્યું પગલું ભરવા ન પ્રેરાય એ માટે જાગૃતિ લાવવા દર વર્ષે 10 મી સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જંતુનાશક દવા, ફાંસો, બંદૂક, નોકરીધંધો, આર્થિક ભીંસ, દારૂની ટેવ, ઘરકંકાસ જેવાં કારણો આત્મહત્યા પાછળ સૌથી વધુ હોય છે. સંશોધન મુજબ કેટલાક પરબિળો અસરકારક હોય છે.