ઓસામા બિન લાદેનની ભત્રીજીનો ધડાકો, ટ્રમ્પ રાષ્ટ્રપતિ નહીં બને તો 9/11 જેવો હુમલો થઈ શકે છે.. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

08 સપ્ટેમ્બર 2020

અમેરિકામાં વ્હાઇટ હાઉસની રેસ વધુ ને વધુ રોમાંચક બની રહી છે આગામી ૩ નવેમ્બરના રોજ અમેરિકામાં રાષ્ટ્રપતિ ની ચુંટણીઓ થવાની છે. અમેરિકનોને આશા છે કે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ચુંટણી જીતી શકે છે. અમેરિકન જનતાના સુરમાં સુર પુરાવતા આતંકવાદી ઓસામા બિન લાદેનની ભત્રીજી નૂર બિન લાદેનએ એક વિસ્ફોટક બયાન આપ્યું છે કે  "જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી જશે તો  9/11 જેવો હુમલો ફરી થઈ શકે છે. નૂર બિન લાદેનનું કહેવું છે કે અમેરિકાની સુરક્ષા ફક્ત અને ફક્ત ડોનાલ્ડ ટ્રમ્પ જ કરી શકે છે."

નૂર બિન લાદેને એક ઈન્ટરવ્યૂમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, અમેરિકાને ડાબેરી સરકારની કોઈ જરૂર નથી. ડાબેરી ઉમેદવાર 'જો બિડેન' પર નિશાન સાધતા કહયું કે 'ડાબેરી સરકાર આવશે તો જાતિય ભેદભાવ વધશે. તેઓ અમેરિકાની સુરક્ષા કરી શકે તેમ નથી. ટ્રમ્પ પહેલાં બરાક ઓબામાના સમયે પણ એક ડાબેરી પક્ષ સરકાર ચલાવી રહ્યો હતો અને તેમના કાર્યકાળમાં જ ISIS નો વિશ્વભરમાં વિસ્તાર થયો છે અને યુરોપ સુધી તે પહોંચી ગયું છે. 

કહેવાય છે કે કાકાની બદનામીને લીધે નૂર બિન લાદેને તેનું નામ બદલીને નૂર બિન લાદિન કરી દીધુ છે. તેનું કહેવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદના મૂળ પર હુમલો કર્યો છે. ટ્રમ્પે એટલા માટે પણ ચૂંટણી જીતવી જરૂરી છે કારણ કે તેમની સરકાર અમેરિકા ઉપરાંત પશ્ચિમી સભ્યતાને બચાવી શકે એમ છે..

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!