ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 સપ્ટેમ્બર 2020
મહારાષ્ટ્ર સરકારે બુધવારથી અનલૉક 4.0 હેઠળ ચોથા તબક્કાની છૂટછાટો આપવાની શરૂઆત કરી છે. જેને કારણે અચાનક રસ્તાઓ પર ટ્રાફિક માં વધારો જોવા મળ્યો છે. અનલોક 4.0 હેઠળ ખાનગી ઓફિસો નું કામકાજ 30 ટકા કર્મચારીઓ સાથે શરૂ કરવાની પણ છૂટ આપવામાં આવી છે. તેમજ, આંતર જિલ્લા પ્રવાસ પરના નિયંત્રણો હળવા થતાં જ મુંબઈમાં વાહનોના ટ્રાફિકમાં અણધાર્યો વધારો જોવા મળ્યો છે. જોકે મોટરિસ્ટોને યોગ્ય કારણ હોય તો જ વાહન લઇને આગળ જવાની છૂટ આપતા હોવાનું ટ્રાફિક પોલીસે જણાવ્યું છે.
ભારે ટ્રાફિકને કારણે બોરીવલીથી ચર્ચગેટ જતી વખતે આશરે ત્રણ કલાક જેટલો સમય લાગે છે. જ્યારે લોઅર પરેલ જેવા વિસ્તારમાં પહોંચતા પણ બે કલાકનો સમય નીકળી જાય છે. આથી કહી શકાય કે કોઈપણ ગાડી સરેરાશ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધુ ઝડપે એક ખૂણાથી બીજે ખૂણે પહોંચી શકતી નથી..
બુધવારથી લોકડાઉન 4.0નો પ્રથમ દિવસ હોવાથી મામૂલી ભૂલો કરનાર વાહનચાલકો સામે ટ્રાફિક વિભાગે કોઇ કાર્યવાહી કરી ન હતી. તેને બદલે વાહન વ્યવહાર સરળતાથી ચાલે એ બાબત પર વધુ ધ્યાન આપ્યું હતું. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, યોગ્ય કારણ હોય એવા લોકોને જ વાહન બહાર લઈ જવાની છૂટ આપવામાં આવી હતી. નોંધનીય છે કે અનલોક 2 અને 3 દરમિયાન માત્ર હરવા-ફરવા માટે વાહન લઇને નીકળી પડનારા સેંકડો લોકોના વાહનો પોલીસે જપ્ત કરી લીધા હતા. જેમાં સૌથી વધુ જપ્તી દક્ષિણ મુંબઈ અને પાર્લા, અંધેરી જેવા પોશ વિસ્તારોમાંથી થઈ હતી. હજુ પણ આ વાહનો કોર્ટના આદેશ દ્વારા છોડવામાં આવ્યા ન હોવાથી સ્થાનિક પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં એરિયામાં ધુળ ખાઈ રહયા છે,એવી જાણકારી પણ ટ્રાફિક પોલીસે આપી હતી…