ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 સપ્ટેમ્બર 2020
હાલ દુનિયાભરમાં સંશોધકો અને નિષ્ણાંતો કોરોના ની દવા શોધવામાં લગાતાર મહેનત કરી રહ્યા છે. સૌ જાણે છે તેમ એઈડ્સની પણ હજુ સુધી કોઈ દવા કે રસી શોધાઈ નથી. તબીબી વિજ્ઞાનમાં પહેલી વખત એવો કિસ્સો નોંધાયો છે. જેમાં દર્દીના શરીરમાં રહેલી રોગ પ્રતિકારક શક્તિ એ જ HIV નો ખાતમો બોલાવી દીધો હોય. આ માટે તેને કોઈ પણ દવા આપવામાં આવી ન હતી. અગાઉ કેટલાક દર્દીઓને HIV થી મુક્ત કરવાના પ્રયાસરૂપે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
સાયન્સ મેગેઝીન નેચર માં પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ એચઆઇવીગ્રસ્ત દર્દીના શરીરનાં દોઢસો કરોડ કોશિકાઓની તપાસ કર્યા બાદ ડૉક્ટરોએ તેને HIV મુક્ત જાહેર કર્યો હતો. ટૂંકમાં આ દર્દીના શરીરનું જિનેટિક્સ જ એવું હતું જેને કારણે એચ.આઈ.વી ની સક્રીયતા સમાપ્ત થઈ ગઈ. દુનિયામાં સાડા ત્રણસો કરોડ લોકો આઈ વી નો ચેપ ધરાવે છે. જેમાંથી 99.50 ટકા લોકોને દરરોજ કોઈને કોઈ દવા લેવી પડે છે. દવા વિના એઇડ્સની બીમારી પર નિયંત્રણ રાખવું લગભગ અશક્ય છે.
નોંધનીય છે કે વૈજ્ઞાનિકોએ 64 એલિટ કંટ્રોલર ના શરીર પર એચઆઇવી ચેપનો અભ્યાસ કર્યો હતો. જેમાંથી 41 લોકો એવા હતા કે જેઓ દવા લઈ રહ્યા હતા. જ્યારે એલિટ કંટ્રોલરસે કોઈ પણ દવા લીધા વિના એઇડ્સને હરાવ્યો હતો. અથવા એવું બને કે એલિટ કંટ્રોલરસના શરીરમાં રહેલા એચ.આઈ.વી.નો વાયરસ નબળો હોય.. આથી હોવી વૈજ્ઞાનિકો આ દિશામાં પણ અભ્યાસ કરી રહ્યા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…