ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 સપ્ટેમ્બર 2020
ખાદી ભંડારને આજ સુધીનો સૌથી મોટો ફેસ માસ્ક નો ઑર્ડર મળ્યો છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીએ 10.5 લાખ ઉચ્ચ-ગુણવત્તાવાળા ફેસ માસ્કની માટે, ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) ને ઓર્ડર આપ્યો છે. એક નિવેદનમાં જણાવ્યું છે કે, પહેલે થીજ 1.80 લાખ માસ્કનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાં એક મહિના કરતા પણ ઓછા સમયમાં રેડક્રોસ સોસાયટીને 1.60 લાખ ફેસ માસ્ક પૂરા પાડી દીધા છે.
આ પહેલા જમ્મુ-કાશ્મીર સરકારે લોકડાઉન દરમિયાન 7 લાખ માસ્ક ખરીદ્યા છે. KVIC ને રાષ્ટ્રપતિ ભવન, વડા પ્રધાનની કચેરી, કેન્દ્ર સરકારના મંત્રાલયો અને કેઆઇસીએસીના ઇ-પોર્ટલ દ્વારા સામાન્ય લોકોના ઓર્ડર મોટા પ્રમાણમાં મળી રહયાં છે. અને ઘણાં ઑર્ડરના ફરી ઑર્ડર પણ આવી રહયાં છે. આ ખાદીના માસ્ક લાલ પાઇપિંગ સાથે ભુરા રંગમાં છે. જે 100 % ડબલ-ટ્વિસ્ટેડ હેન્ડક્રાફ્ટ કોટન ફેબ્રિકથી ખાસ કરીને ભારતીય રેડ ક્રોસ સોસાયટીને પૂરા પાડવામાં આવેલા નમૂનાઓ મુજબ ડબલ-લેયર્ડ કોટન માસ્ક તૈયાર કર્યા છે.
કેવીઆઇસીના નિવેદનમાં જણાવાયું છે કે અન્ય ખાદીના માસ્કની જેમ, આઈઆરસીએસ માટે બનાવેલા માસ્ક પણ ધોવા યોગ્ય, ફરીથી વાપરી શકાય તેવાં, ત્વચાને અનુરુપ અને બાયોડિગ્રેડેબલ છે. 3.30 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે અને અઠવાડિયામાં જ સપ્લાય શરૂ કરી દેવાશે. માસ્ક બનાવવાની પ્રવૃત્તિઓ દ્વારા દેશમાં નવું રોજગાર કેન્દ્ર ઉભું થયું છે. આ અંગે એમએસએમઈના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે 'ફેસ માસ્ક કોરોના રોગ સામે સૌથી અસરકારક સાબિત થયાં છે અને તેના ઉત્પાદનને કારણે મોટા પાયે રોજગારી ઉભી થઈ છે. રેડક્રોસ સોસાયટી દ્વારા મળેલાં ઑર્ડર માટે 1 લાખ મીટરથી વધુ, હાથથી બનાવેલા સુતરાઉ ખાદી ફેબ્રિકની જરૂર પડશે. જે વિવિધ રાજ્યોની વિવિધ ખાદીની સંસ્થાઓ દ્વારા સપ્લાય કરવામાં આવશે. આમ કાંતણ અને વણાટની પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.' એમ તેમણે જણાવ્યું હતુ..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com