ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ઓગસ્ટ 2020
ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે 37 જળાશયોમાં 100 ટકાથી વધુ પાણી ભરાયા છે. જ્યારે 126 તાલુકામાં સરેરાશ બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી હાલ 128.92 થી વધુ મીટરે પહોંચી છે એટલે કે એક દિવસમાં એક ફૂટથી વધુ નો વધારો નોંધાઈ રહ્યો છે.
નર્મદા ડેમ રાજ્યના ખેડૂતોને સિંચાઇ અને પીવાનું પાણી પહોંચાડવા માટે સક્ષમ છે. ડેમમાં ઉપરવાસમાંથી 20000 થી વધુ ક્યુસેક પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે તંત્ર દ્વારા પાણીનો સંગ્રહ કરવા માટે, નર્મદા ડેમ ખાતેના 1200 મેગાવોટના રીવર બેડ પાવર હાઉસના, તમામ યુનિટોને બંધ કરવામાં આવ્યા છે.
બીજી બાજુ ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય. ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતાં પાણી ત્યાનું પાણી સિધુ સરદાર સરોવરમાં આવી રહ્યું છે. એટલે પણ જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી ગણાય છે કારણ કે આ ડેમનું પાણી છેક કચ્છ સુધી પહોંચાડવામાં આવે છે. નહેરો મારફતે અંતરિયાળ ખેતરો સુધી પહોંચે છે. આથી જ હાલ ડેમના દરવાજા બંધ કરી દેવાયા છે. જે ખેડૂતોના હિતમાં જ છે. ડેમની જળ સપાટી ઉપર આવશે અને આવનારા દિવસોમાં પાણીની અછત નહીં સર્જાય.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com