ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ઓગસ્ટ 2020
કોરોનાની મહામારી વચ્ચે આજે સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ઈન્દોર પ્રથમ ક્રમે આવ્યું છે. સતત ચોથા વર્ષે ઈન્દોરે પોતાની પહેલી હરોળ જાળવી રાખી છે. આ યાદીમાં 3જું સ્થાન મહારાષ્ટ્રના નવી મુંબઈને મળ્યું છે. ત્યાર બાદ વિજયવાડા ચોથું, અમદાવાદ પાંચમું અને રાજકોટને છઠ્ઠો ક્રમ પ્રાપ્ત થયો છે. દેશના ટોપ 10 સ્વસ્છ શહેરોમાં ગુજરાતના 4 શહેરોનો સમાવેશ થયો છે. સૌથી સ્વસ્છ શહેરમાં બીજા ક્રમે ગુજરાતનું ઔધોગિક શહેર સુરત છે જ્યારે અમદાવાદ શહેર 5 ક્રમે, રાજકોટ છઠ્ઠા અને દસમાં ક્રમે વડોદરા છે.
દેશના સૌથી સ્વસ્છ રાજ્યની વાત કરવામાં આવે તો, છત્તીસગઢે આ મામલે બાજી મારી છે. કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યું કે ઈન્દોર સતત ચોથા વર્ષે ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે. ઇન્દોર અને તેના લોકોએ સ્વચ્છતા પ્રત્યે સમર્પણ બતાવ્યું છે. સીએમ શિવરાજસિંહ ચૌહાણ, શહેરના લોકો, રાજકીય નેતૃત્વ અને મહાનગર પાલિકાને આ અદભૂત પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા. અગાઉ 14માં ક્રમેથી સુરત આ વર્ષે બીજા ક્રમે પહોંચ્યું છે. હરદીપ પુરીએ સુરત માટે સીએમ વિજય રૂપાણીની પ્રશંસા કરી હતી, જ્યારે નવી મુંબઈની સફળતા માટે સીએમ ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા પાઠવી હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ આજે (ગુરુવારે) વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સ્વચ્છતા સર્વેક્ષણની પાંચમી આવૃતિ ‘સ્વચ્છ સર્વેક્ષણ-2020’ ના પરિણામો જાહેર કર્યા હતા. આ સમયગાળા દરમિયાન, સ્વચ્છતા પર વધુ સારું પ્રદર્શન કરનારા શહેરોને પણ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. સાથે પીએમએ દેશના કેટલાક ‘સ્વચ્છગરીઓ’ અને સફાઈ કામદારો સાથે પણ વાતચીત કરી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com