ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ઓગસ્ટ 2020
ગ્રીન કોર્ટે મુંબઈની "ગેસ ચેમ્બર જેવી" પ્રદુષિત હવા ફેલાવવા માટે 4 કંપનીઓને 286 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) એ મુંબઈની માહુલ, અંબાપાડા અને ચેમ્બુર વિસ્તારમાં "ગેસ ચેમ્બર જેવી સ્થિતિ" બનાવવા માટે જવાબદાર સરકારી માલિકીની ઓઇલ કંપનીઓ બીપીસીએલ અને એચપીસીએલ સહિત ચાર કંપનીઓને દંડ ફટકાર્યો છે અને તેમને રૂ. 286 કરોડ જેવી તોતીંગ રકમ ચૂકવવા નિર્દેશ આપ્યો છે. પર્યાવરણને નુકસાન કરનાએ એચપીસીએલને રૂ. 76.5 કરોડ, બીપીસીએલને 67.5 કરોડ, એજિસ લોજિસ્ટિક્સ લિમિટેડને રૂ. 143 કરોડ અને સી લોર્ડ કન્ટેનર્સ લિ.ને 0.2 કરોડ દંડ ફટકાર્યો છે.
ગ્રીન ટ્રીબ્યુનલે જણાવ્યું હતું કે આ ચાર કંપનીઓ મુખ્યત્વે માહુલ અને અંબાપાડા ગામોમાં ગેસોલિન, લાકડા, કોલસો અથવા કુદરતી ગેસ સળગાવીને બનાવવામાં આવેલા જોખમી અસ્થિર કાર્બનિક સંયોજનોની હાજરી માટે જવાબદાર છે. સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દંડની ગણતરીને સ્વીકારતાં ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે, "મિનિસ્ક્યુલ સ્તરે પણ જોખમી હવાના સંપર્કમાં લાંબા સમય સુધી રહેતાં ફેફસાં અને અન્ય અવયવો નબળા પડી શકે છે. .
ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આ સમગ્ર વિસ્તારને 'વિશેષ હવા પ્રદૂષણ નિયંત્રણ ક્ષેત્ર' જાહેર કરવામાં આવશે, એમ બેંચે જણાવ્યું હતું. એકંદરે આ વિસ્તાર હવા પહેલાં જેવી શુદ્ધ બનાવવા માટેની પેનલમાં સીપીસીબી, પર્યાવરણ મંત્રાલય, રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જિલ્લા મેજિસ્ટ્રેટ, નીરી, ટીઆઈએસએસ, આઈઆઈટી-મુંબઇ, કેઈએમ હોસ્પિટલ અને મહારાષ્ટ્ર આરોગ્ય સચિવના પ્રતિનિધિઓ હશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com