ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 ઓગસ્ટ 2020
મુંબઇમાં ડ્રગ્સનો ખુબ મોટો જથ્થો પકડાયો છે. કહેવાય છે કે આંતરરાષ્ટ્રીય બજારમા પકડાયેલા આ 191 કિલો હેરોઇનની કિંમત એક હજાર કરોડ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે "નવી મુંબઈના નાહવા સેવા બંદરે પકડાયેલી હેરોઇનનો જથ્થો અન્ય માલ સામાનની સાથે અફઘાનિસ્તાન થઈને મુંબઇ બંદરે પહોંચયો હતો." ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને કસ્ટમ્સ વિભાગે સંયુક્ત કામગીરીમાં આ માલ કબજે કર્યો છે. આ સંધારને હજુ સુધી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સની માનીએ તો, તસ્કરોએ પ્લાસ્ટિકના લાંબા પાઈપોમાં આ ડ્રગ્સ છુપાડયું હતું. પાઇપ એવી રીતે કાપીને ગોઠવવામાં આવ્યાં હતાં કે તે વાંસના ટુકડાઓ હોય એવો ભાસ થતો હતો. તસ્કરોએ તેને આયુર્વેદિક દવા તરીકે જાહેર કર્યું હતું. આ કેસમાં દવાની આયાત માટેના દસ્તાવેજો તૈયાર કરતાં, કસ્ટમ હાઉસના બે એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય કેટલાક વધુ લોકોની ધરપકડ થવાની સંભાવના ચર્ચાઈ રહી છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર દિલ્હીથી એક ડ્રગ્સ ફાઇનાન્સરની ધરપકડ કરવામાં આવી છે. જેને મુંબઇ લાવવાની તૈયારી થયી રહી છે..
આ કેસ સંબંધે મહેસૂલ વિભાગે જણાવ્યું હતું કે " ધરપકડ કરાયેલા 2 લોકોને મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 14 દિવસના ન્યાયિક હીરાસતમાં મોકલવામાં આવ્યા છે. આ બધી દવાઓ એક જ જગ્યાએ ના મૂકતાં ઘણા બધાં કન્ટેનરમાં છુપાવવામાં આવ્યાં હતાં. સાથે કન્ટેનરના માલિકની પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com