ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
28 જુલાઈ 2020
ગુજરાત સરકારે રાજ્યમાં જાહેર સ્થળોએ ફેસ માસ્ક ન પહેરવા અને થૂંકવા બદલનો દંડ 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરી દીધો છે. મંગળવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આની જાહેરાત કરી હતી..
રાજ્યના કેટલાક ભાગો જેવા કે અમદાવાદ અને સુરતની મ્યુનિસિપલ હદને બાદ કરતાં, સરકારે અગાઉ ચહેરા પર માસ્ક ન પહેરવા અમે જાહેરમાં થુંકવા બદલ રૂ. 200 દંડ નક્કી કર્યો હતો. હવે આવનારી 1 ઓગસ્ટથી આ દંડ 500 રૂપિયા કરાયો છે.
નોંધનીય છે કે અમદાવાદ અને સુરત મ્યુનિસિપલ હદમાં આવતા વિસ્તારોમાં જાહેર સ્થળોએ ફેસ માસ્ક ન પહેરવા બદલ દંડ અગાઉથી જ વધારીને 500 રૂપિયા કરવામાં આવ્યો છે.
સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે ફેસ માસ્ક નાગરિકોને સરળતાથી અને ઓછા ભાવે ઉપલબ્ધ થાય. આથી રાજ્યના તમામ અમૂલ મિલ્ક પાર્લર પર રૂ .2 ના ભાવે માસ્ક વેંચાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે, ગુજરાતમાં 1,052 નવા COVID-19 કેસ નોંધાયા હતાં. જેનો રાજ્યવ્યાપી કુલ આંક 56,874 પર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં આ રોગને કારણે 2,348 લોકોના મોત સરકારી ચોપડે નોંધાયા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com