ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
23 જુલાઈ 2020
ગુજરાત વિધાનસભાની આઠ ખાલી પડેલી બેઠકોની ચૂંટણી સપ્ટેમ્બરમાં નહિ યોજાય. જેની રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. અત્યાર સુધી સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાય એ ગણતરીએ તમામ તૈયારીઓ ચાલી રહી હતી.. ચૂંટણીપંચે ગુજરાત ઉપરાંત બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ, કેરળ, તામિલનાડુની પેટા ચૂંટણીઓ પણ મોકૂફ રાખી છે
ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકો ખાલી પડેલી છે. નિયમ મુજબ આગામી ત્રણેક મહિનામાં ગુજરાતમાં આ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી કરવી જરૂરી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપતાં કમ સે કમ આંઠ બેઠકોની તો આગામી સપ્ટેમ્બર મહિનામાં પેટાચૂંટણી યોજવી જ પડે તેમ હતું પરંતુ અત્યારે કોરોનાના ખતરાને કારણે પ્રચાર કરવો યોગ્ય નથી. આ કારણે કેન્દ્રી ચૂંટણી પંચ પાસે મામલો ગયો હતો અને આગળ પણ આખરી નિર્ણય કેન્દ્રીય ચૂંટણી પંચ જ લેશે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારે જ માર્ચ મહિનામાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ ગત ૧૫ અને ૧૬ માર્ચ દરમિયાન રાજીનામાં આપ્યા હતા. આ ધારાસભ્યોમાં ગઢડાના પ્રવીણભાઈ મારું, લીમડીના સોમાભાઈ પટેલ, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, , ધારીના જે વી કાકડિયા અને ડાંગના મંગળભાઈ ગાવિતનો સમાવેશ થાય છે. બાદમાં હમણાં જૂનમાં વધુ ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં જેમાં કપરાડાના જીતુભાઇ ચૌધરી, કરજણના અક્ષય પટેલ અને મોરબીના બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com