જોરદાર વરસાદનો પ્રતાપ, તુલસી અને વિહાર લૅક ઓવરફ્લો થવાની કગાર પર…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

22 જુલાઈ 2020

મુંબઈમાં અવિરત વરસાદ પડ્યો હોવાથી તુલસી અને વિહાર તળાવો ઓવરફ્લો થવાના આરે છે. આ વર્ષે કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદ વધારે હતો, તેથી જળસંચય વધુ થયું છે. વળી, આ બંને સરોવરો શહેરને પાણી પહોંચાડતા અન્ય સરોવરોની તુલનામાં નાના પણ છે.

તુલસી તળાવની સ્ટોરેજ ક્ષમતા 139.17 મીટર છે. રવિવારે તળાવમાં પાણીનું સ્તર 139.07 મીટર સુધી હતું. તેથી, રવિવારે તળાવમાં 7,903 મિલિયન લિટર અથવા 98 ટકા પાણી એકઠું થયું હતું.

દરમિયાન, વિહાર જળાશયની સંગ્રહ ક્ષમતા 80.12 મીટર છે. રવિવારે તળાવમાં પાણીનું સ્તર 77.96 મીટર હતું. મુંબઈના સાત જળાશયો માં તુલસી એ સૌથી નાનું છે. જેનો કુલ પાણી પુરવઠામાં 1 ટકાનો હિસ્સો છે. તુલસી અને વિહાર બંને તળાવો સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (SGNP) માં આવેલાં છે

આ બંને તળાવો ઉપરાંત, અપર વૈતરના, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા અને ભાતસા તળાવોથી મુંબઈને પાણી પહોંચાડવામાં આવે છે. અહેવાલો અનુસાર, દર વર્ષે ચોમાસાના અંત પછી, 31 ઓક્ટોબરના રોજ, તમામ તળાવોમાં પાણીની સપાટીની સમીક્ષા કરવામાં આવે છે. 1 ઓક્ટોબરના રોજ તમામ તળાવોમાં કુલ 14 લાખ 47 હજાર 363 મિલિયન લિટર પાણીની જરૂર હોય છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2OOngkt  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More