ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 જુલાઈ 2020
મુંબઇ મહાનગરપાલિકાના નાણાંકીય વિભાગની સૂચના મુજબ ઘટતી આવકને ધ્યાનમાં રાખી "તમામ ચાલુ અને આગામી પ્રોજેક્ટ્સ ના ખર્ચા બાબતે પુનર્વિચાર કરવાની જરૂર છે." કોવિડ -19 ને કારણે પૈસાની આવક બંધ થઇ ગયી છે. સમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં (એપ્રિલ 1 થી 30 જૂન) માં BMC ની આવક 80 ટકાથી વધુ ઘટી ગઈ છે. બીએમસીના ફાઇનાન્સ ડિવિઝનના ડેટા જણાવે છે કે ગત વર્ષે એપ્રિલ 1 થી 30 જૂન દરમિયાન 4,949.55 કરોડ રૂપિયા એકત્રિત થયા છે, જયારે આ વર્ષે સમાન અંતરાલ કરતાં તે ફક્ત 19.5 ટકા અથવા તો રૂ.966.30 કરોડ જ છે એમ કહી શકાય.
બીએમસીના ભંડોળના અંદાજ મુજબ, તેને આ વર્ષે 28,448.30 કરોડ રૂપિયાની આવકની અપેક્ષા હતી. પરંતુ પ્રથમ ક્વાર્ટરમાં નબળી આવક નો અર્થ એ થયો કે બીએમસીએ આ લક્ષ્યનો ફક્ત 4.4% હાંસલ કર્યો છે.
'ઓક્ટ્રોઈ', એક સમયે BMC ની આવકનો સૌથી મોટો સ્ત્રોત હતો, સાથે જ 'જીએસટી' આવ્યા બાદ હવે બીએમસીને રાજ્યના અધિકારીઓ પાસેથી જકાતના બદલામાં વળતર મળે છે. તેના પછી આવકના સૌથી મોટા સ્રોત 'સંપત્તિ કર' અને સુધારણા યોજનાના 'શુલ્ક અને પ્રીમિયમ છે'. પરંતુ લોકડાઉનને કારણે આ તમામ આવક મંદ પડી ગયી છે. આથી હોવી BMC એ પોતાના ચાલુ પ્રોજેક્ટ પાર હમણાં કાપ મુકવો પડશે અથવા તો કેટલાક પડતાં પણ મુકવા પડે એવી આ શંકા વ્યક્ત કરાઈ છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com