ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
13 જુલાઈ 2020
ગુજરાત સરકારમાં રાજ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર અને તેના મિત્રને કરફ્યુનો ભંગ કરવા બદલ અટકમાં લેવામાં આવ્યા છે. તેમના પર આરોપ છે કે કરફ્યુ દરમિયાન ફરજ બજાવી રહેલા મહિલા પોલીસ કર્મી સાથે તેમણે ગેરવર્તન કર્યું હતું, જેનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો છે.
ગુજરાતના આરોગ્ય રાજ્ય મંત્રી અને સુરતના વરાછા રોડ મતદાર સંઘ નું પ્રતિનિધિત્વ કરતા કુમાર કાનાણીના પુત્ર કરફ્યુ દરમિયાન પકડાયેલા પોતાના મિત્રને છોડાવવા પહોંચી ગયા હતા અને જ્યારે ફરજ પર હાજર મહિલા કર્મી એ તેમની પૂછપરછ કરી કે "કરફ્યૂમાં તમે એમ.એલ.એ. ગુજરાત લખેલા બોર્ડ વાળી ગાડી લઈને કેમ ફરવા નીકળ્યા છે?? ત્યારે આરોપીએ કહ્યું કે 'હું મારા મિત્રને છોડાવવા આવ્યો છું પરંતુ એ પોતે વિના કારણ કરફ્યુ તોડીને એમ.એલ.એ ના બોર્ડ વાળી ગાડી લઈને બહાર કેમ ફરવા નીકળ્યા એ નો આરોપી પાસે કોઈ ઉત્તર ન હતો. ત્યારબાદ ફરજ પર હાજર મહિલા પોલીસ કર્મીને ઉપરી અધિકારીનો ફોન આવે છે જે મંત્રીના પુત્રને ઠપકો આપવા આપવાને બદલે મહિલા કર્મીને જ કરફ્યુ ના નિયમો સમજાવતા જોવા મળે છે. આ ઘટનાથી દુઃખી થયેલા મહિલા કર્મીએ રાજીનામું આપી દેતા છેવટે આ વાત ગાંધીનગર સુધી પહોંચી હતી. ત્યારબાદ રવિવારે રાજ્ય મંત્રીના પુત્રની એના મિત્ર સાથે ધરપકડ કરવામાં આવી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com