ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
4 જુલાઈ 2020
ઉબરે કોરોનાથી લોકકડાઉન થવાને કારણે તેની મુંબઇ ઓફિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમ છતાં તેની કેબ સેવાઓ ચાલુ રહેશે. કંપનીએ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સૂચના આપી છે. ઉબર એક એપ્લિકેશન આધારિત એક અમેરિકન, કેબ સર્વિસ પ્રોવાઇડર કંપની છે અને આગામી ડિસેમ્બર સુધી કર્મચારીઓ ઘરેથી કામ કરશે..પરંતુ કંપની ભારતમાં પોતાની રાઇડ્સ સેવા ચાલુ રાખશે.
ઉલ્લેખનીય છે કે લોકડાઉન ને કારણે આવેલી મંદીને કારણે, ભૂતકાળમાં ફૂડ ડિલિવરી, હોસ્પિટાલિટી સેક્ટરની કંપનીઓ અને મિડ-સ્ટેજ સ્ટાર્ટઅપ કંપનીઓએ તેમની ઘણી ઓફિસો કાં તો બંધ કરી દીધી છે અથવા ભાડે આપી દીધી છે… બીજી બાજુકોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ અને રીઅલ એસ્ટેટ ડેવલપર્સના જણાવ્યા મુજબ, કંપનીઓ ભાડુ બચાવવા સરેરાશ એક તૃતીયાંશ સ્ટાફ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. ઉબેરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના જણાવ્યાં મુજબ કોવિડ -19 ને કારણે વ્યવસાયને 1 અબજ ડોલરનો ખર્ચ ઘટાડવાની જરૂર પડી છે.
ઉબરના વૈશ્વિક સ્તરે કુલ 6,700 કર્મચારી છે. તેમાંથી તેણે ભારતમાં 600 કર્મચારીઓને કાઢી મુક્યા છે. વૈશ્વિક સ્તરે, કંપનીએ કુલ 3,700 કર્મચારીઓને છૂટા કર્યા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com