ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
1 જુલાઈ 2020
ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી છે કે રાજ્યની તમામ યુનિવર્સિટીની પરીક્ષા રદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારે જ તેમણે પરીક્ષાની જાહેરાત કરી હતી. પરંતુ, કેન્દ્રીય શિક્ષણ સચિવની જાહેરાત બાદ રાજ્ય સરકારે પોતાનો નિર્ણય રદ કર્યો છે. હવે ફરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે..
કોરોનાની મહામારી વચ્ચે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સવારે જાહેરાત કરી હતી કે જીટીયુ સહિતની તમામ યુનિવર્સિટીઓની પરીક્ષા લેવાશે આ વાતને હજુ તો ચાર કલાક જ વિત્યાં બાદ શિક્ષણ મંત્રીએ ફેરવી તોળ્યું હતું.
પરીક્ષાની જાહેરાત કર્યાના ચાર કલાક બાદ જ ફરી શિક્ષણ મંત્રીએ પત્રકાર પરિષદ બોલાવવી પડી એજ બતાવે છે કે રાજ્યના શિક્ષણ વિભાગ અને કેદ્રના શિક્ષણ વિભાગ વચ્ચે તાલમેલનો અભાવ છે. રાજ્ય શિક્ષણ વિભાગના બે બે વખત નિર્ણય લેવાતા કોંગ્રેસે સરકારની આકરી ટીકા કરવાનો મોકો મળ્યો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com